આપણે બધા કુદરતનાં જીવનચક્ર એટલે કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા અંગે જાણીએ છીએ. પરંતુ આપણી ઉંમર ક્યાં કારણોસર વધે છે એ કદી વિચાર્યુ છે કદાચ નહિં જ વિચાર્યુ હોઇ. જન્મથી મરણ સુધીમાં આપણી ઉંમર ખુબ મહત્વનું પાસુ છે. ત્યારે કદી એવો સવાલ થયો છે કે આપણે હંમેશા જવાન કેમ નથી રહેતા. મતલબ કે આપણે હંમેશાને માટે અમર શું કામ નથી રહી શકતા….? આ બધુ વિસ્તારથી સમજીશું પણ પહેલાં એટલું જાણીએ કે આપણી ઉંમર ક્યાં કારણોથી વધે છે. આપણાં શરીરમાં બે પ્રકારનાં સેલ્સ હોય છે. જેમાંથી એક ફંક્શનીંગ સેલ અને બીજા નોનો ફંક્શનીંગ સેલ હોય છે હવે તમને જણાવીએ કે આ ફંક્શનીંગ સેલ્સ આપણને જીવીત રાખે છે પરંતુ જ્યારે ધીમે ધીમે નોનફંક્શનીંગ સેલ્સ આપણાં શરીરમાં જન્મ થતા જાય છે ત્યારે આપણી ઉંમર શરીરને કંઇ ખાસ અસર નથી કરી શકતી. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તે આપણાં શરીરમાં વધુને વધુ જમા થાય છે. ધીમે ધીમે તેનું પ્રમાણ એટલુ વધી જાય છે કે નોનફંક્શનીંગ સેલ્સ ફંક્શનીંગ સેલ્સની જગ્યા લેવા લાગે છે અને ફંક્શનીંગ સેલ્સનું પ્રમાણ ઘટતું જાય છે. ત્યારે કહેવાય છે કે આશરે ૧ લાખ લોકો વૃધ્ધત્વનાં કારણે મૃત્યુ પામે છે.
એક થીયરી અનુસાર સંશોધકોના લક્ષ્ય અનુસાર આ પધ્ધતિ અંગે વિશેષ અધ્યયન દ્વારા માહિતી મેળવવાનું હતું. જે આ પ્રોસેસને ધીમી કરી શકે અથવા તો રોકી શકે છે. જેનાથી માણસ અમરત્વ પામી શકે…વિજ્ઞાનની દુનિયામાં આવ્યા છે સાથે સાથે એ કોશિશ પણ કરવામાં આવી રહી છે કે કોઇ પણ માણસના મગજને કોમ્પ્યુટરમાં ગોઠવી તેને અમર બનાવવામાં આવે.હવે જશ વિચારો કે જો આવું થઇ શકે તો માણસના મગજની બધી યાદો, બધા અનુભવોને કોઇ કોમ્પ્યુટરમાં સહેલાઇથી અપલોડ કરી શકાશે અને કદાચ એ પણ કોઇ દિવસ શક્ય બને કે આપણેએ નોનફંક્શનીંગ સેલ્સને વધતા રોકી શકીએ અને માણસ અમર થઇ જાય.તો શું વિજ્ઞાન આટલી સીધ્ધી પ્રાપ્ત કરી શકશે. કે માણસ અમર થઇ શકે, શું કુદરતના આ જીવનચક્રને રોકવું શક્ય બનશે તે જોવું રહ્યું.