મેષ રાશિફળ (Aries):

ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તક મળશે. આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો મળશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો.

વૃષભ રાશિફળ (Taurus):

આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવને કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટાઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવી. બપોરે કામના ધસારાને લીધે તમે શારીરિક નબળાઇ અનુભવી શકો છો, જેનાથી હાથ અને પગ પર અસર થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે. કોઈ મોટું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો.

મિથુન રાશિફળ (Gemini):

ધંધા સંબંધિત તમામ વિવાદો આજે સરકારી અધિકારીની મદદથી ઉકેલી શકાય છે. દિવસભર કામના કારણે વ્યસ્તતા રહેશે. ભવિષ્યને લઇને કરવામાં આવતા વિચારોના કારણે તમે યોજના બનાવવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ તે વિચાર તમારા માટે તણાવનું કારણ બની શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજે સુવર્ણ તક છે.

કર્ક રાશિફળ (Cancer):

કૌટુંબિક ખર્ચામાં વધારો થવાને કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે.

સિંહ રાશિફળ (Leo):

વ્યસ્તતા દિવસભર રહેશે પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢશો. જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરો. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય વિતાવશો. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો. અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે.

કન્યા રાશિફળ (Virgo):

આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે. આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે મન પરેશાન થઈ શકે છે. પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો. આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખશો. તમારા આહારમાં બેદરકાર ના બનો. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે.

તુલા રાશિફળ (Libra):

પ્રેમજીવનમાં મધુરતા રહેશે. ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે. જીવનને લગતી વાતોને શીખવાની તમારી ઉત્સુકતા ફરીથી જાગૃત થતી જોવા મળશે જેના કારણે આધ્યાત્મિક વાતો તરફ તમારો રસ વધશે. ધ્યાન ધારણા અને પ્રાણાયમ દ્વારા તમે મનને શાંત પણ રાખી શકશો. કામને લઇને કરવામાં આવતી કોશિશમાં સત્યતા જાળવી રાખવાથી તમને નામ અને પ્રસિદ્ધિ મળશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે. રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. તમારો મોટાભાગનો સમય ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓને લગતી ગતિવિધિઓમાં પસાર થશે. બાળકોની કિલકારીને લગતી કોઈ શુભ સૂચના મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિક આયોજન પણ શક્ય છે

ધન રાશિફળ (Sagittarius):

તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. હાલના સમયમાં માત્ર મહેનત દ્વારા જ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. પરિસ્થિતિ મુશ્કેલ છે અને અપેક્ષા પ્રમાણે લોકોનો સાથ પણ મળશે નહીં પરંતુ તમારી કાર્યક્ષમતા અને વિશ્વાસના કારણે ફેરફાર તમે ચોક્કસ જોઈ શકશો.

મકર રાશિફળ (Capricorn):

ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બનશે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળશે. આજે ખોટું હરવા-ફવામાં તમારો સમય પસાર ન કરો. કેમ કે આળસ અને મોજમસ્તીના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. યુવાઓને તેમના કરિયરને લઇને ચિંતા રહી શકે છે.

કુંભ રાશિફળ (Aquarius):

કાર્યક્ષેત્રમાં કાર્ય સમયે મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે. પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. પ્રોપર્ટીને લગતા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય બનવાની સંપૂર્ણ સંભાવના છે. તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાના સમાજમાં વખાણ થશે. તમારું સન્માન પણ વધશે. વિદ્યાર્થીઓનું ધ્યાન હવે અભ્યાસ ઉપર એકાગ્ર રહેશે.

મીન રાશિફળ (Pisces):

તમને થોડી મહત્ત્વપૂર્ણ સફળતા પણ પ્રાપ્ત થવાની છે. પારિવારિક સંબંધીનો કોઈ મામલો ઉકેલાઈ જવાથી ઘરનું વાતાવરણ સુકૂન અને શાંતિભર્યું રહી શકે છે. જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલા ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. આજે તમે સામાજિક કાર્યોની જગ્યાએ પોતાની વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.