રવિવારે શહેરના વોર્ડ નં. 13 (પાર્ટ) અને તા. 9ને સોમવારના રોજ વોર્ડ નં. 11 (પાર્ટ), 12 (પાર્ટ), વોર્ડ નં.07 (પાર્ટ), 14 (પાર્ટ), 17 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ
ભર ઉનાળે કોર્પોરેશન દ્વારા ફરી એક વખત રાજકોટવાસીઓ પર પાણીકાપનો કોરડો વીંઝવામાં આવ્યો છે.ભાદર ડેમની લીકેજ લાઇનના રિપેરિંગની કામગીરી સબબ આગામી રવિવાર અને સોમવારના રોજ શહેરના છ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત આજરોજ કરવામાં આવી છે.
કોર્પોરેશનની વોટર વર્કસ શાખાના ઇજનેરી સૂત્રોના જણાવ્યાનુંસાર ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે 900 એમ. એમ ની મેઇન લાઇન લિકેજની કામગીરી સબબ તા.8 ને રવિવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. 13 (પાર્ટ), અને તા.9ને સોમવારના રોજ વાવડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં. 11 (પાર્ટ), 12 (પાર્ટ) તથા ઢેબર રોડના (વોર્ડ નં.07 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ), માં પાણી વિતરણ બંધ રહેશે.
ગુરૂકુળ ગોંડલ રોડ તરફના વોર્ડ નં.13 નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ. ગુરૂકુળ ઢેબર રોડ તરફના વોર્ડ નં.7ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારમાં વોર્ડ નં.14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક વિસ્તારમાં વોર્ડ નં.17 નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ વાવડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં.11 અંબિકાટાઉનશીપ-પાર્ટ વોર્ડ નં.12માં વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.