કોટેચા ચોકથી સેન્ટમેરી સુધીના વિસ્તારમાં ગટર મુકવાની કામગીરી ચાલુ
શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ પાંચ સ્થળોએ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કે.કે.વી.ચોક બ્રિજ ખાતે 190 ગર્ડર મુકવામાં આવનાર છે.
જે પૈકી કોટેચા ચોકથી સેન્ટ મેરી સ્કૂલ સુધીના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં 20 ગર્ડર મુકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે રહ્યુ છે. શહેરનો પ્રથમ મલ્ટીલેવલ બ્રિજ કેકેવી ચોક ખાતે નિર્માણ પામી રહ્યો છે. અહીં હયાત બ્રિજ પર વધુ એક બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
બ્રિજ નિર્માણની કામગીરી 39 ટકા જેટલી પૂર્ણ થઈ છે બ્રિજમાં કુલ 190 જેટલા ગર્ડર મુકવામાં આવનાર છે.જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં વિસનગર મુકી દેવામાં આવ્યા છે.
બ્રિજની કામગીરી હાલ જે રીતે ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સમય મર્યાદામાં બ્રિજ નિર્માણનું કામ પૂર્ણ થઇ જશે.