‘અબતક’ મીડિયાની ટીમ પંચાયત કચેરીએ પહોંચી ઓનલાઈન સીસ્ટમ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું
રસુલપરા ગામે ધણા સમયથી ઓનલાઇન કામ ગીરી બંધ હાલતમાં પડી સરપંચ દ્વારા ઠરાવ કરી લેખીત રજુઆત પણ કરેલ હોય સતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી આપણા દેશ ના વડાપ્રધાન દ્વારા ડિજીટલ ઇન્ડિયા ની વાત ગીર ગઢડા તાલુકા મા નહિવત ગણી શકાય કારણ ગીર ગઢડા તાલુકા સેવા સદન માજ કલાકો સુધી નેટ હોતુ નથી તો ગામડાંની હાલત તો એક નજરે સમજી શકાય
રસુલપરા જેવા અનેક ગામોને ડિજિટલ બનાવવા માટે જાણે ગીર ગઢડા સેવા સદન ના અધિકારીઓ મહેનત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
એક નજરે એ પણ કહિ સકાય ગામડાંઓને ડિજિટલ બનાવવા માટે વિછી ને સરકાર તરફથી પગાર હોવો જરૂરી છે વિછી ને પગાર ન મળતા અરજદાર ના કામ કરવાને બદલે બીજા સાઈડ બિઝનેસ કરવા મજબૂર થવું પડે છે નાના ગામડામાં એક બે પાંચ અરજદાર આવતા હોય છે ત્યારે અત્યારે આ મોંધવારી મા વિછી ને ધર સલાવવું મુશ્કેલ થતું હોય છે
તેવામાં અરજદારોને ગ્રામ પંચાયત ના ધક્કા ખાવા પડી રહ્યા છે કારણ કે વિછી પોતાના ધર હલાવવા માટે ગેર હાજર રહેતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે સીસ્ટમ મા સુધાર થાસે કે ડિજિટલ ઇન્ડિયા ની ફક્ત વાતો જ કરવામાં આવશે.