- કેવડીયામાં 14મી આરોગ્ય કોન્ફરન્સનું ત્રિ-દિવસીય આયોજન
- ભારતના તમામ રાજયના આરોગ્ય મંત્રીના આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ધામા
કેવડિયા ખાતે આજથી ત્રિ-દિવસીય આરોગ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે 5 થી 7મી મે સુધી આ કોન્ફરન્સનું આયોજન રાખવામાં આવ્યું છે. આ પહેલા 13મી આરોગ્ય કોન્ફરન્સ દિલ્હી ખાતે આયોજન થયું હતું. જયારે આ વખતે પ્રથમ વખત કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે રાષ્ટ્રિય સ્વાસ્થય ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન થયું છે.
ઉલ્લેખનીય છે કે, મનસુખ માંડવિયાના વડપણ હેઠળ યોજાનારા આ રાષ્ટ્રિય કોન્ફરન્સમાં દેશના બધા જ રાજ્યોના આરોગ્ય સચિવો, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો,અધિક આરોગ્ય સચિવો, વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો, આરોગ્ય કમિશનરો તેમજ રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનના ડાયરેકટરો પણ આ શિબિરમાં જોડાશે. આ કોન્ફરન્સમાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરી બાબતે સમીક્ષા કરવામાં આવશે. તેમજ દુનિયાને આયુર્વેદથી અવગત કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવશે.
બીજા સેશનમાં એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થકેર ફોર ઓલ એ વિષય ઉપર મંથન થશે સાથે સાથે રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા-સમીક્ષા પણ થશે. ચિંતન શિબીરના સમાપન દિવસના પ્રથમ થિમેટીક સેશનમાં પ્રિપેરીંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમર્જન્સીસ વિષય પર છણાવટભરી ચર્ચા વિચારણા થશે તથા હિલ ઈન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા વિષયની એક નવી થીમ લઈને ભારત અને વિશ્વની આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારણા માટેની અગત્યની ચર્ચા રાજ્યોના તજજ્ઞો સાથે થશે અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે.