બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઉમેદવારોને વિજય શુભેચ્છાઓ પાઠવી
હાલમાં જ્યારે ગુજરાતમાં ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે તા. 5 મે ના રોજ લંડનમાં કાઉન્સિલની ચુંટણી થવા જઈ રહી છે, તેમાં ગુજરાતી અને કચ્છી ઉમેદવારોનો દબદબો નજરે પડી રહ્યો છે, એ વિજય યાત્રામાં આજરોજ બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કેન્ટન- હેરો સ્વામિનારાયણ મંદિરમાં ખાસ ઉપસ્થિત રહી ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.
કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત, લંડનમાં લાખોની સંખ્યામાં ગુજરાતીઓ સાથે હજારોની સંખ્યામાં કચ્છીઓ વશે છે, બ્રિટનના રાજકારણમાં ગુજરાર્તીઓ સાથે કચ્છીઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે આગામી પાંચમી તારીખે લંડનમાં સ્થાનિક ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં આઠ કચ્છી (ગુજરાતી)ઓ પણ ચૂંટણી લડી રહ્યા છે.
જેને લઈને કચ્છમાં વસતા સ્વજનોમાં પણ ઉત્સાહનો સંચાર થવા પામ્યો છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં ક્ધઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર અને હાલના કાઉન્સિલ કાંતિભાઈ વરસાણીએ જાણવા જણાવ્યું હતું કે અમારી ક્ધઝર્વેટિવ પાર્ટીમાંથી લંડનમાં જે કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે એમાં મૂળ કચ્છના અને હાલે લંડનમાં વસતા જયંતિ પટેલ (કેરાઈ, કેરા), સુનીતા હિરાણી, નિતેશ હિરાણી (કેન્ટન ઈસ્ટ), કાંતિ રાબડિયા (કેન્ટન વેસ્ટ), મનજીભાઈ કારા (વેલ્ડસ્ટોન દક્ષિણ) ચેતના હાલાઈ (કેન્ટન ઈસ્ટ), સમીર સુમરિયા (કેન્ટન કેન્ટન, હેરોની મુલાકાત લીધી પૂર્વ), નરેશ ગોથડિયાં વેલ્ડસ્ટોન હતી.
તેઓ પ્રથમ વખત મંદિરમાં સાઉથ સંહિતના કચ્છીઓએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીને લઈને લંડનમાં વસતા આગેવાનો દ્વારા મંદિરમાં પરંપરાગત રીતે કચ્છીઓમાં ઉત્સાહનો માહોલ જળવાઈ રહે તે રીતે તમામ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અદભૂત સાડીમાં સજ્જ મૂળ ભારતીય બ્રિટનના ગૃહ સચિવ પ્રીતિબેન પટેલ ચૂંટણી લડતા કચ્છ-ગુજરાતી ઉમેદવારોને મતદારો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને હજુ પણ આવનારા દિવસોમાં મળતો રહે તે માટે પ્રાર્થના સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી કરી હતી.
આ તમામ ઉમેદવારોને વિજયી બનાવવા સ્થાનિક અગ્રણીઓ સાથે વિચારવિમર્શ કરી લોકો મહત્તમ મતદાન કરવા કચ્છ સત્સંગ પરિવારોને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ અનુરોધ કર્યો હતો, હાલમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ વેકરીયા ભારતની મુલાકાતે હોઈ તેમને અને સમાજના અન્ય ટ્રસ્ટીઓ અને આગેવાનોએ ઉમેદવારોને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે લંડન પાર્લામેન્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.