વૈશાદ સુદ ત્રીજને બુધવારે ગણેશ ચોથ છે કાલ સવારના 7.34 સુધી ત્રીજ તિથિ છે. ત્યારબાદ આખો દિવસ ચોથ તિથિ હોતા આ વર્ષે ગણપતિદાદાના પ્રિય વાર બુધવારે ગણેશચોથ મનાવાશે.
આપણા સૌરાષ્ટ-ગુજરાતમાં વૈશાખ મહિનાની ગણેશ ચોથનું મહત્વ સૌથી વધારે છે. એક માન્યતા પ્રમાણે ગણપતિદાદના વિવાહ આ દિવસે થયા હતા.
આ દિવસે જે નવા ઘંઉ લીધા હોય તેના સૌ પ્રથમ લાડવા બનાવી અને ગણપતિદાદાને ધરી અને તે લાડવા પ્રસાદ તરીકે ગ્રહણ કરી અને ત્યારબાદ ઘરમાં નવા ઘંઉ વાપરવાની શરુઆત કરાય છે.
ગણપતિદાદા વિઘ્ન હર્તા છે આથી આ દિવસે એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી અને તેના ઉપા ઘંઉની ઢગલી કરી અને ત્યાર બાદ ગણપતિ દાદા પધરાવા દાદાને સિદુર ચડાવી વસ્ત્ર જનોઇ લાલ ફુલ અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા.
નૈવેધમાં લાડવા ધરાવા આરતી કરી પ્રાર્થના કરવી અમારા ઘર કુટુંબ પરિવારમાં વિઘ્ન ન આવે તથા ગણપતિદાદા ને પ્રાર્થના કરવી ભારત દેશમાં કોરોના રૂપી વિઘ્ન પણનો આવે પુજામાં ગણપતિદાદાના 12 નામ બોલવા (1) સુમુળ (ર) એકદંત (3) કપિલ (4) ગજકર્ણક (પ) લંબોદર (6) વિકટ (7) વિઘ્નનાશ (8) વિનાયક (9) ધૂમકેતુ (10) ગણાધયક્ષ (11) ભાલચંદ્ર (1ર) ગજાનન