‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં હેલ્થ કોચ રૂપલબેન આસોડિયા, પુષ્પાબેન પટોડિયા, વૈશાલીબેન ગુજ્જર સાથે હેલ્થ કોચ કોર્ષને બિઝનેસ સ્ટ્રેટેજી સાથે મહિલાઓને માહિતી પૂરી પાડતું કાયાપલટની ચર્ચા રજૂ કરી
કાયાપલટની ત્રણ મહારથીઓ તેમના પ્રોડક્ટ સાથે નેચરોપેથી ઉપર થતી ચર્ચા તેમજ ત્રિવેણી સંગમ સાથે ગામો-ગામ થતા બ્યુટીશન નહિ પરંતુ હેલ્થ કોચ બની શકો છો. જે કાયાપલટ દ્વારા થઇ શકે છે તેની વિશેષ માહિતી દર્શાવેલ છે.
પ્રશ્ર્ન : રૂપલબેન આસોડિયા, પુષ્પાબેન પટોડીયા, વૈશાલીબેન ગુજ્જરની લાઇફની જર્ની શું છે?
જવાબ : રૂપલબેન આસોડિયા: ‘નારી શક્તિ જીંદા બાદ’ જેમ સ્ત્રીએ હાઉસ વાઇફ જ હોય તેવું જરૂરી નથી. ઘરનું બધુ કામ સંભાળતા કુટુંબને સંભાળતાની સાથે એક બિઝનેશની શરૂઆત કરી હતી. જેમાં અત્યારે એક ફેસબેકના માધ્યમમાં લાખોનું ટર્નઓવર કે કમાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ તો આપને બધાને પણ નારી સ્વરૂપે પ્રોત્સાહિત કરવાનું કે સ્ત્રીએ આગળ આવી શકે છે બધા જ કામ કરીને પણ સમાજની સામે સારૂં ઉદાહરણ પુરૂં પાડી શકે છે.
પુષ્પાબેન પટોડીયા :
જીવનમાં નાના એક ભાડાના ઘરથી બ્યુટીશ્યનની શરૂઆત કરી હતી તેમજ બેંક બેલેન્સ તળીયે હતુ અને તેના ખાસો વધારો થઇને આગળ આવ્યા છે. સૌ પ્રથમ યુ-ટ્યુબ પર વિડીયોઝ જોઇને જ્ઞાન મેળવ્યુ હતુ અને કાયાપલટ દ્વારા બ્યુટીશ્યનમાંથી કોચ બની ગયા છીએ તેમજ અંજુમેમના સપોર્ટથી ઘણા આગળ આવ્યા છીએ તેમજ જ્ઞાનમાં સારો એવો વધારો થયો છે. આમ, કાયાપલટ દ્વારા ઘણી જર્ની બાકી છે તો આગલા ક્ષેત્રમાં હજુ ખૂબ જ સારો એવો વિકાસ થયો છે.
વૈશાલીબેન ગુજ્જર :
એક નાના એવા પાયા પર બ્યૂટીપાર્લર ચલાવતી હતી તેમજ કાયાપલટ સાથે યુ-ટ્યુબ ઉપર કોન્ટેક્ટ થયો અને રાજકોટ આવ્યા પછી આ બિઝનેશના જ્ઞાનમાં વધારો થયો છે. જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ત્યારે બધાને ઓનલાઇન કોચિંગ પ્રોવાઇઝ કર્યું તેમજ તમામ નારીઓને પ્રોત્સાહન મળે તે રીતની વાતો કરવામાં આવી અને સ્ત્રીઓ ફક્ત ઘર બેઠા ઘણું કરી શકે તેવી પ્રેરણા કાયાપલટ દ્વારા આપવામાં આવી છે.
પ્રશ્ર્ન : બ્યુટીશ્યનથી લઇને હેલ્થ કોચ સુધીનો સફર કેવો રહ્યો છે? જીવનના ઉતાર-ચડાવ કેવા રહ્યા છે?
જવાબ : વૈશાલી ગજ્જર : નાના નાના ઘરેથી લઇને ઘણા બધા સેમીનારો કર્યા છે. નાના-નાના ગામડાથી લઇને શહેરો સુધી બધા લોકોને ડેમો બતાવ્યા, સેમીનાર કર્યા છે. જે બધા જ ખૂબ જ સારી રીતે સફળ થયા છે. જેમાં ઘણા બધાં લોકો કાયાપલટ સાથે જોડાયા આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.
પ્રશ્ર્ન : વ્યક્તિમાં કંઇ ખામી હોય ફિઝીકલી છતાં મેન્ટલી સારી રીતે તૈયાર છો તે કઇ રીતે શક્ય છે?
જવાબ : પુષ્પાબેન પટોડીયા : ‘હું ચાર વર્ષની હતી ત્યારે મને પોલિયો થઇ ગયેલ’ આમ, શરીરની ખોટને કારણે બીજા કરાવે એટલું જ થતુ, લાચાર, પાંગળી કે બીજા પર નિર્ભર હતી. છતાં કાયાપલટમાં જોડાયને જીવનમાં આગળ વધવાની તકો તેમજ પ્રોત્સાહન પુરૂં પાડ્યું છે. અંજુમેમના સપોર્ટથી કામ શક્ય બન્યું છે. જેમાં પોતાના વિચાર યોગ્ય લાગે તે જ નિર્ણય લેવાય છે તેમજ મન અને મગજને ધ્યાનમાં લઇ આગળ વધી છું તેમજ શરીરને ધ્યાનમાં લીધું નથી. એમ, ‘હું શરીરથી પાંગળી છું, મનથી પાંગળી નથી’ આમ, મન મક્કમ હશે તો ગિરનાર નહિં હિમાલય પણ ચડી જશો.
-:: મહિલાઓ માટેનું સુચન ::-
દરેક વ્યકિતને તેમના ભવિષ્ય માટે પ્રોત્સાહન જોયું હોઈએ છે.જેમાં મોડેલ તરીકે અંજુ મેમ મા, ફ્રેન્ડ વગેરે થકી બધા પ્રકારનું જ્ઞાન મેળવેલું છે. જે યોગદાન આપ્યું છે. તેમ બધી જ નારીઓને કહેવાનું કે, અકે કદમ આગળ વધો તો કાયાપલટનું આખુ ફેમિલ નો સપોર્ટ હંમેશને માટે રહેશે. આમ, કાયાપલટ સુધી પહોચો ત્યારે તમને પ્લેટફોર્મ સપોર્ટ વગેરે આપવામાં આવશે.
બ્યુટીશન બહેનો પાર્લર વાળી તરીકે નહિ પરંતુ હેલ્તકોચ તરીકે કામ કરવી જોઈએ. બ્યુટીશન અકે જીવતી જાગતી હ્યુમન બોડી એનાટોમી ઉપર વર્ક કરીરહી છે. જ્ઞાન અહિંયા નિરોગીને નહિ પણ રોગીને પણ લઈને નિરોગી કયારેય ન બને તે શીખવીએ છીએ.
– રૂપલબેન આસોડિયા
હેલ્થ કોચ શું છે? હેલ્થકોચ પછી શું?
હેલ્થ માટે બ્યુટીશન નહિ પરંતુ કોચ તરીકે કામ કરીએ તેમજ શરીરની તમારે જાણકારી રાખીને બ્યુટીશન પછી કાયાપલટ એ મહિને ખાસી આવક વધારી છે જેનું મુખ્ય કારણ હેલ્થકોચ બનાવીએ છીએ અને સ્ત્રીનું સ્ટેટસ ઉંચુ લાવીએ છીએ.
– વૈશાલી ગુજજર
આપણે આપણા હેલ્થને સુધારવી પહેલી રજ છે.તેમજ હેલ્થ કોચ બનવા માટે કોર્ષ કરાવો પડે, જેમાં શીરોધાર, બસ્તી છે, વગેરે ટ્રીટમેન્ય આપે છે.જેમાં નેચરોપેથી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. કાયાપલટથી જ જીવન બદલી જાય છે.
– પુષ્પા પટોડીયા
નેચરોપેથી ઉપર જે કાયાપલટની સ્ટ્રેટેજી છે જેમાં હેલ્તકોચ બનાવી ને ઘણા લાકેને સાજા કરી રહ્યા છીએ. અને તેમની આવક પણ કરાવી રહ્યા છીએ. સૌ પ્રથમ હેલ્થ કોચ બનો પછી હેલ્ત બધાની સુધારીએ તે સ્ટ્રેટેજી મહત્વની છે.
– રૂપલબેન આસોડિયા
-:: સંદેશો ::-
વૈશાલી ગુજજર
નારી માટે ઘર સંસાર સંભાળવા સાથે પ્રગતિ થાય તે મહત્વનું છે. જેમાં તકને ચૂકયા વિના સ્ત્રીઓ એ લાઇફમાં આગળ વધવું જોઇએ.
પુષ્પાબેન પટોડીયા
નારી અબળા નથી સબળા છે, કેમિકલ યુકત ભારત બનાવું છે. અને આ અભ્યાન જોડાવ અને કેમીકલ મુકત વસ્તુઓની ઉપયોગ કરીએ.
રૂપલબેન આસોડિયા
હાઉસ વાઇફ તરીકે કામકાજ કરતાં કરતાં ફેમિલી મેમ્બરના સપોર્ટથી આગળ વધશે, જેમાં સ્ત્રીઓને પ્રોત્સાહન આપીને જીવનમાં આગળ વધે તેમ જ પગભર બને તે માટેના પ્રયાસો રહેલા હોય છે.