અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્ય ની શરૂઆત કરે છે. જ્યારે સાયલા તાલુકા ના સેજકપર ગામમાં અખાત્રીજ ના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા ગ્રામલોકોના સહકાર થી યોગેશ્વર કૃષિ માં મુહૂર્ત કરે છે.
સવારે ગામના લોકો પોતાના ખેતી ના સાધનો જેવા કે ટ્રેક્ટર, બળદ સાતી, દાતરડું, કોદાળી, સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે. બાદમાં એક ટ્રેક્ટર માં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટા મૂકી ને ભાવગીત ગાતા ગાતા ભગવાન ના ખેતર જવા નીકળે છે પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાતી સાથે નીકળે છે.
જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાન ના ખેતર જઈ ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતી માં જમીન પર બેસીને કંકુ ચોખા અબીલ ગુલાલ તથા કોઈપણ અનાજ સાથે ભૂમિનું પૂજન કરે છે. ત્યાર બાદ ગામના લોકો પોતાના ખેતી ના સાધનો વડે ભગવાનના ખેતર માં મુહૂર્ત કરે છે. ગામના લોકો ની એવી માન્યતા છે કે સૌ પ્રથમ ભગવાનના ખેતર ખેતી નુ મુર્હુત કરી પોતાના ખેતર માં ખેતી કરે છે.