હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. આવનારા દિવસોમાં બેંકો સતત ચાર દિવસ સુધી બંધ રહેવાની છે કારણ કે ચાર દિવસ લાંબો વિકેન્ડ છે. આમ જો બેંકનું કોઈ કામ હોય તો ચાર દિવસ પહેલાં આટોપી લેવું જોઈએ. જો આ દિવસ ધ્યાનમાં ન રાખવામાં આવે તો કેશની તંગી સર્જાઈ શકે છે.જો તમારે બેંકમાં ચેક જમા કરાવવો હોય, ડ્રાફ્ટ બનાવવો હોય કે પૈસા જમા કરાવવા અથવા તો કાઢવા હોય તો આ તારીખોનું ધ્યાન રાખવું જરૂરી બની જશે. આ દિવસ દરમિયાન એટીએમમાંથી પણ ટ્રાન્ઝેક્શન કરાવી લેવા જોઈએ.
ક્યારે બંધ રહેશે બેંક?
આવનારી 29 સપ્ટેમ્બરથી માંડી 2 ઓક્ટોબર સુધી ચાર દિવસ બંધ રહેશે બેંક
- 29 સપ્ટેમ્બર – દુર્ગાનવમીની રજા
- 30 સપ્ટેમ્બર – વિજયાદશમી કે દશેરાની રજા
- 1 ઓક્ટોબર – રવિવારની રજા
- 2 ઓક્ટોબર – ગાંધી જયંતિની રજા
- આ સિવાય 23 અને 24 સપ્ટેમ્બરે પણ બેંકો બંધ રહેશે.