ફક્ત 60 રૂપિયામાં 5 રાઇડર્સની મજા માણો

  • રાજકોટિયન્સ 22મે સુધી થીમ્સ એન્ડ ડ્રીમ્ઝ આયોજિત કાર્નિવલનો ‘અબતક’ મીડિયાને સંગ આનંદ માણી શકશે
  • બાળકો માટે ગેમઝોન તેમજ ભૂત બંગલો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે: રોજ સાંસ્કૃતિક પોગ્રામ તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાશે

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં માઈક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજિત વેકેશન કાર્નિવલ – 2022 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. 30 એપ્રિલથી 22મે સુધી ચાલનારા આ વેકેશન કાર્નિવલને કોરોનાના કપરા સમયબાદ રાજકોટવાસીઓ અબતક મીડિયાને સંગ મન ભરીને માણશે.માઈક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત વેકેશન કાર્નિવલ ફેરનો પ્રારંભ થયો છે. આ ફેરનું ઉદઘાટન રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષના દંડક શ્રી સુરેન્દ્દસિંહ વાળા, શાસક પક્ષના નેતા શ્રી વિનુભાઈ ઘવા તેમજ ચંદુભાઈ પરમારના વરદ હસ્તે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

vlcsnap 2022 05 02 13h34m13s722

ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. ખાસ તો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ વેકેશનકાર્નિવલનો લાભ લઇ શકશે. છેલ્લા બે વર્ષથી રાજકોટના લોકો કોરોનકાળને કારણે મેળાની મજા માણી શકયા નથી ત્યારે બે વર્ષ બાદ રંગીલા રાજકોટવાસીઓ માટે વેકેશન કાર્નિવલ કંઈક નવું જ લઈને આવ્યું છે ત્યારે આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે અવનવી રાઇડ્સ સાથેની મોજ લોકો માણી શકશે. આ ઉપરાંત બાળકો માટે ગેમઝોન તેમજ ભૂત બંગલો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ખાસ તો આ વર્ષે વેકેશન કાર્નિવલમાં ફક્ત 60 રૂપિયામાં લોકો 5 રાઇડ્સમાં બેસી શકશે. તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામચીન કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.

વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે 4 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી લઈ શકાશે. આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘરગથ્થું ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરની આકર્ષતા રોજે રોજ સાંસ્કૃતિક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પ્રધા પણ યોજાશે.

રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા, સાગર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.