- વર્ષી તપ એટલે એક વષે સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ….
- ફાગણ સુદ આઠમથી શુભાંરભ અને અખાત્રીજ-અક્ષય તૃતીયાના પૂર્ણાહુતિ….
- પ્રભુ મહાવીર કહે છે કે તપસ્યા એટલે કર્મો બાળવાની ભઠ્ઠી..
જૈન દશેન તીથઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર શ્રી નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ શ્રી આદિનાથ ઋષભદેવ ભગવાનનો જન્મ થયો હતો.ઋષભદેવ પ્રભુને લાભાંતરાય કમેના ઉદયને કારણે ચારસો દિવસ સુધી આહાર – પાણી મળ્યાં ન હતાં,અખાત્રીજના દિવસે તેઓનું પારણું થયેલું,ત્યારથી વર્ષીતપ કરવાની પરંપરા શરૂ થઈ છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન શાસ્ત્રોમાં તપને અનેરૂ અને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં 30 મું “તપો માગે ” નામનું એક આખું અધ્યયન આપેલું છે તેમાં કહ્યું છે.. કરોડો ભવોના બાંધેલા કર્મો તપથી ક્ષય અને નિજેરી જાય છે.જિજ્ઞાસુ સાધક પરમાત્માને પ્રશ્ર્ન પૂછે કે હે નાથ ! દીક્ષા લઈને અમારે કરવાનું શું ? કરૂણાસાગર જવાબ આપે કે ભવ્ય આત્માઓ ! સંયમ અને તપમાં તમારા આત્માને જોડી દેજો. તપના બાર પ્રકાર છે,તેમા છ આભ્યંતર અને છ બાહ્ય.વર્ષી તપની બાહ્ય તપમા ગણના થાય છે.
વર્ષી તપ એ 400 દિવસ સુધી કરવામાં આવતું વિશિષ્ઠ તપ રહેલું છે.વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી પૂ.ગુરુવર્યો,પૂ.સાધુ – સાધ્વીજીઓના શ્રી મુખેથી ફાગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહૂતિ થાય છે.અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે.
અખાત્રીજ સવે શ્રેષ્ઠ મુહૂતે પણ ગણાય છે.અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે.અખાત્રીજને યુગાદિ તિથિ અને લોકબોલીમાં અખાત્રીજ કહેવાય છે.
પ્રભુ આદિનાથ ઋષભદેવના પારણાનો દિવસ એટલે વૈશાખ સુદ ત્રીજ.આ તપને સંવત્સર તપ પણ કહે છે.અમુક તપસ્વીઓ 400 દિવસને બદલે એક વષે સુધી પણ તપ કરતાં હોય છે.અમુક આરાધકોથી ઉપવાસ ન થઇ શકતો હોય તો એકાસણા,આયંબિલ વગરે નાની – મોટી તપશ્ચયો કરી વર્ષી તપની આરાધના કરતાં હોય છે.પ્રભુ પ્રત્યેના ભક્તિભાવથી તેઓએ કંડારેલી તપરૂપી કેડીને વર્ષી તપની પરંપરાને જૈન,અજૈન સૌ અનુસરી તપ માગેને આગળ ધપાવે છે.જૈન દશેનમાં કહ્યું છે તપ કરવાથી,કરાવવાથી તથા તપસ્વીઓની અનુમોદના કરવાથી પણ કમે નિજેરા થઇ શકે છે.