ગુજરાત રાજય સ્થાપના દિવસ નિમિતે
પાંચ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં સ્વાતંત્ર્ય સેનાની વિગતો સાથે અંજના પડિયા અને તુલશી કાલરીયાની આર્ટ કલા નિહાળવાનો અનેરો અવસર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ ગુજરાત સરકાર દ્વારા શહેરના વોટ્સન મ્યુઝીયમ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અને ગુજરાત રાજય સ્થાપના દિવસે અન્વયે જાણીતા કલાકાર તુલશી કાલરીયા અને અંજનાપડીયા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રોટ્રેટ રંગોળીનું પ્રદર્શન આજથી ખૂલ્લું મૂકાયું હતુ. આપ્રદર્શન જાહેર જનતા માટે સવારે10 થી સાંજના પાંચ સુધી ખૂલ્લુ રહેશે.
મ્યુઝિયમ પરિસરમાં સ્વાતંત્ર્ય સેનાનીના પ્રદર્શન સાથે મેઘાણીના જીવન દર્શનની વિગતો સાથે દરરોજ સાંજે 4 વાગે તેની ડોકુમેન્ટરી પણ બતાવવામાં આવશેતેમ કયુરેટર એસ. એન. રામાનુજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.
બંને કલાકારોનો લાઈવ પોટ્રેટ ડેમો આજે શુભારંભ દિવસે કલારસિકોને માણવા મળ્યો હતો. પ્રદર્શનમાં રાષ્ટ્રીય શાયરના જીવન ઝરમરના વિવિધ અલભ્ય ફોટો સાથેની વિગતો પણ જોવા મળશે. મેઘાણીનું પોટ્રેટ કલાકારોએ બે કલાકની સતત મહેનત બાદ નિર્માણ કર્યું હતુ. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આ મ્યુઝિયમ દરેક મા-બાપે સંતાનોને બતાવવું જરૂરી છે. ભાવી નાગરીકો પોતે દેશની વિવિધ પ્રાચિન સંસ્કૃતિ જાણે એજ પ્રદર્શનનો મુખ્ય હેતુ છે.