“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નાયબ બાગાયત નિયામક કચેરી રાજકોટ દ્વારા ગોંડલ તાલુકાનાં હડમતાળા મુકામે મરચા પાકમાં રેસીડ્યુ-ફ્રી ફાર્મીંગ અને મુલ્યવર્ધન વિષયાંક પાક-પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મરચાંની ખેતી કરતા 70 જેટલા ખેડુતોએ ભાગ લીધેલ હતો. નાયબ બાગાયત નિયામક આર. કે. બોઘરા દ્વારા સરકારના બાગાયત વિભાગ દ્વારા કાર્યરત વિવિધ સહાયકારી યોજનાઓની માહિતી આપવામાં આવેલ હતી. બાગાયત નિયામક ડો.પી.એમ.
વઘાસીયાએ ઓનલાઈન માધ્યમથી ખેડૂતો સાથે વાર્તાલાપ કરી મરચાં પાકમાં માત્ર ખેતી જ નહીં, પરંતુ પ્રોસેસીંગ યુનીટ દ્વારા મૂલ્યવર્ધન કરી વધુ નફો મેળવવા બાબતે માર્ગદર્શન આપ્યું. જમીન ચકાસણી પ્રયોગશાળા ગોંડલ યાર્ડના ટેકનિકલ એક્સ્પર્ટ પ્રદીપભાઇ કાલરીયા દ્વારા જમીનજન્ય રોગો અને તેના ઉપાયો વિષે ખેડુતોને માહીતગાર કરવામાં આવ્યા હતા. મદદનીશ બાગાયત નિયામક એચ.ટી. ભીમાણીએ રેસીડ્યુ-ફી પાક પેદાશ તૈયાર કરવા માટે જરૂરી બાબતોની ચર્ચા કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન બાગાયત અધીકારી અજયભાઈ ગાંવીત દ્વારા કરવામાં આવેલ હતું. તેમ રાજકોટના નાયબ બાગાયત નિયામક હરીશ ભીમાણીની યાદીમાં જણાવાયું છે.