માનસિક દિવ્યાંગ બાળકોના વાલીઓને તેનું સંતાન દૈનિક ક્રિયા સારી રીતે કરી શકે તેવી સારવાર અપાય છે: ડો. દયાવરાનંદસ્વામી
‘અબતક’ ચેનલ અને સોશિયલ મીડિયાના લાઇવ પ્રસારણનો હજારો લોકોએ લાભ લઇને સરાહના કરી
‘શિવજ્ઞાને જીવસેવા’ ને માનવમાં રહેલી ઇશ્ર્વરની સેવાના આર્દર્શને ઘ્યાને રાખીને શહેરમાં રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટર દ્વારા વિવિધ રોગો જેવા કે આંખ, દાંત, ગાયનેક, બાળ વિભાગ, કાઉન્સેલીંગ સાથે માનસિક દિવ્યાંગ સેરેબલ પાલ્સીના અદ્યતન સેન્ટર ચલાવાય છે. દરરોજ એક હજારથીવધુ દર્દીઓ આ નજીવા દરથી મળતી સારવારનો લાભ લઇ રહ્યા છે. તેમ મેડીકલ સેન્ટરના ડો. દયાવરાનંદ સ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ કહી શકાય તેવા માનસિક દિવ્યાંગ સેરેબલ પાલ્સીના બાળકો માટે માઁ શારદા સી.પી. રીહેબીલીટેશન સેન્ટર ચાલે છે જેનો રપ0 બાળકો લાભ લઇ રહ્યા છે.સી.પી. સેન્ટરમાં શ્રેષ્ઠ સંચાલત માટે સ્વામી ધર્મપાલાનંદ અને મેડીકલી ડો. નિવૃત્તિ વ્યાસ અને હિરલ ગણાત્રા સેવા આપી રહ્યા છે. સમગ્ર આયોજનમાં સ્વયંસેવક મનીષ પારેખની ટીમ પણ કાર્યરત છે.
શ્રીર્માં શારદા સેરેબલપાલ્સી રીહેબીલીટેશન સેન્ટરનો રપ0 બાળકો લાભ લઇ રહ્યા છે ગુજરાતના સૌથી આધુનિક સેન્ટરમાં સારવારથી બાળકોમાં સારો બદલાવ આવ્યો છે
બાળકોમાં રહેલી જન્મ જાત જ્ઞાન તંતુઓની તકલીફ સારવારમાં આ સેન્ટરમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. આવા બાળકોને ફિઝીયોથેરાપી, ઓકયુપેશનલ થેરાપી સ્પીચ થેરાપી, દ્રશ્ય શ્રાવ્યતાલીમ, સેન્સરી થેરાપી, ખાસ શિક્ષણ બિહેવીયર મોડી ફીકેશન તાલીમ, ગ્લોબલ કાઉન્સેલીંગ મેટીક રીધમ થેરાપી, પ્લેથેરાપી સાથે આવા બાળકોનું જીમ જે ગુજરાતમાં રાજકોટ ખાતે જ ઉપલબ્ધ છે. તેમ સંચાલીત ડો. નિવૃત્તિ વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
રામકૃષ્ણ આશ્રમ મેડીકલ સેન્ટરમાં મોબાઇલ મેડીકલ વાન સાથે હોમિયોપેથી અને આયુર્વેદિક વિભાગ પણ કાર્યરત છે. આ સેન્ટરથી દવા પણ આપવામાં આવે છે. સેન્ટરમાં આંખના વિવિધ ઓપરેશનો ખુબ જ રાહત દરે કરવામાં આવે છે.
સી.પી. ચાઇલ્ડના બાળકોને વિવિધ તાલીમ નિયમિત દરરોજ બે કલાક કરાવીને નોર્મલ બાળકની જેમ તેના રૂટીંગ કામ કરી શકે તેવા તેતે સક્ષમ બનાવવામાં આવે છે તેમ ડો. હિરલ ગણાત્રાએ અબતકની વાતચીતમાં જણાવ્યું હતું. આ સેન્ટરની એકવાર મુલાકાત લેશો તો જ આવા બાળકોની વ્યથા સાથે તેના પરિવારની વ્યથા સમજ આપણને આવતી હોય છે. આવું સંતાન નિદાન સારવારને કસરત ની મદદ થી શ્રેષ્ઠતમ વિકાસ કરી શકે છે.