- ઉદ્યોગકારોનું માનવું કે આ બિઝનેસ સમિટ તેમના વ્યાપારને વધુ વેગ આપવામાં કારગત નિવડી છે
- ચાલુ દિવસ હોવા છતાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો
- ખેતી અને ઉદ્યોગમાં ઉદ્ભવતા પ્રશ્ર્નો અને તકલીફો અંગે વિવિધ સેમિનાર પણ યોજાયા
- પોતાના ઉદ્યોગને સફળતાના શિખરો સર કરાવી સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અનેક ઉદ્યોગકારોને સન્માનિત કરાયા
હાલ સુરત ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં 700થી વધુ કંપનીઓ સહભાગી થઇ છે અને તેમની પ્રોડક્ટ લોકો સમક્ષ મૂકી છે. ઉદ્યોગકારો નું માનવું છે કે આ બિઝનેસ સમિટ થકી તેઓ ગ્રાહકો ની નજીક પહોંચી શકે છે એટલું જ નહીં ગ્રાહકોને પણ આ સમિટમાં આવવાથી જે તે વ્યાપાર સાથે જોડાયેલા ઉદ્યોગકારો પ્રત્યે ભરોસો પણ બેસે છે. આ બિઝનેસ સમિટ માં ઉપસ્થિત રહેલા ઉદ્યોગકારો નું માનવું છે કે તેમના વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
તેની પાછળનું મુખ્ય કારણ છે ત્યારે જે લોકો તેમના વ્યાપારને વધુ વેગવંતુ બનાવવા માંગતા હોય તો તેઓએ આ સમિટમાં અચૂક સહભાગી થવું જોઈએ અને સફળતાના શિખરો સર કરવા જોઈએ. તો બીજી તરફ હાલ ઉદ્યોગમાં ઘણી તકલીફો અને સમસ્યાનો સામનો ઉદ્યોગકારોએ કરવો પડી રહ્યો છે પછી તે ખેતી ક્ષેત્ર હોય કે અન્ય કોઈ આ તકે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી એટલું જ નહીં જે ઉદ્યોગકારોએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી થી પોતાના વ્યવસાયને આગળ ધપાવ્યો હોય અથવા તો સમાજ સેવામાં પોતાનો સિંહફાળો આપ્યો હોય તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
આ તકે ગુજરાત અને ગુજરાત બહાર પોતાની કંપની આપી દૌ કરતા ઉદ્યોગકારો સહભાગી બન્યા હતા અને તેમના વ્યવસાયને કેવી રીતે ઝડપી આગળ ધપાવી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા પણ કરી હતી અને અન્ય લોકોને આવકાર્યા પણ હતા.
વ્યાપાર માટેની યોગ્ય તક ઉભી કરાઈ છે આ સમિટમાં: જયદીપ ચોટલિયા
દાવત બેવરેજીસના જયદીપભાઇ ચોટલીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુરત ખાતે જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી વ્યાપાર માટે એક યોગ્ય તક ઊભી કરવામાં આવી છે. કુછ નહી આ સમિટમાં સહભાગી થવા થી કંપનીને ખૂબ જ હકારાત્મક પરિણામ જોવા મળ્યું છે સાથોસાથ દર વર્ષે જ્યારે ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન થતું હોય છે ત્યારે દાવત કંપની અચૂક આ સમિટમાં ભાગ લેતી હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સમિટમાં ભાગ લેવા થી તેમની અન્ય જે પ્રોડક્ટ છે તેમના વિશે લોકોમાં જાગૃતિ ખુબ જ વધી છે જે તેમના વ્યાપારને વૃદ્ધિ અપાવવામાં અત્યંત કારગત નીવડ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે તેમની કંપનીની નવી પ્રોડક્ટ લોન્ચ થઇ છે તેને ધ્યાને લઈને આ સમિટમાં આવનાર અનેકવિધ ડીલરો દ્વારા પણ કંપનીનો સંપર્ક સાધવામાં આવેલો છે અને તેઓ પણ કંપનીનો હિસ્સો બનવા માંગે છે ત્યારે ને ત્યારે જ શક્ય બની શકે જ્યારે આ પ્રકારનું જાજરમાન આયોજન સફળતાપૂર્વક કરવામાં આવતું હોય.
લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડવા માટેનું ઉત્તમ માધ્યમ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ: હિમાંશુ લક્કડ
યુરો ઇન્ડિયા ફુડસના હીમાંશુભાઈ લકકડે જણાવ્યું હતું કે તેઓ એફએમસીજી ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે સતત લોકો માટે નવી નવી ચીજવસ્તુઓ બજારમાં લાવવા માટે તેઓ મહેનત કરતા હોય છે અને તેની પાછળ જે માર્કેટિંગનું ખર્ચો લાગતો હોય તે પણ ખૂબ જ વધુ હોય છે. ત્યારે સુરત ખાતે છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી તેમની કંપનીને ઘણાખરા રીતે આર્થિક ફાયદો પહોંચ્યો છે. અહીં મુલાકાતીઓ જે મુલાકાત લે છે તેઓ સીધા જ યુરો ઇન્ડિયા ફુડસની ચીજ વસ્તુઓ લેવા માટે પ્રેરિત થતા હોય છે જે સ્પષ્ટ સૂચવે છે કે આ સમિટમાં લોકોને ખૂબ જ વધુ ભરોસો છે ત્યારે કંપની ની પણ જવાબદારી વધી જતી હોય છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે વર્કિંગ ડે હોવા છતાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ત્યારે બાકી રહેતા દિવસોમાં આશરે પાંચ લાખથી વધુ લોકો તેમના સ્ટોલની મુલાકાત લે તો નવાઈ નહીં.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માત્ર એક રાજ્ય પૂરતી સીમિત નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં તેનો ફેલાવો થવો જરૂરી: ધર્મેશ ગેડિયા
ક્રિષ્ના પર્ફ્યુમ્સના ધર્મેશભાઈ ગેડિયાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમનો અને તેમની કંપની નો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માં પ્રથમ દિવસ છે ત્યારે જે રીતે સમીટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આ પ્રકારના આયોજન માત્ર કોઈ એક રાજ્ય પૂરતા જ સિમિત ન હોવા જોઈએ પરંતુ આ આયોજન નો પ્રચાર પ્રસાર રાષ્ટ્ર સ્તરે થાય તો વ્યાપાર અને ઘણી ખરી વૃદ્ધિ મળી શકે છે. તેઓએ કહ્યું હતું કે તેઓ વર્ષ 2013થી કાર્ય સાથે સંકળાયેલા છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આગામી સમયમાં આ પ્રકારના આયોજન દ્વારા વ્યાપારીઓ અને નિકાસ કરવા માટેની ખૂબ મોટી તક પણ ઊભી થશે. અંતમાં તેમણે જણાવ્યું કે તેમનું આ સમિટમાં પ્રથમ દિવસે છતાં જે લોકોનો પ્રતિસાદ મળ્યો છે તે જોતા લાગે છે કે તેમના માટે આવું ફળીભૂત થયું છે.
વ્યાપાર જગત માટે સુરતને મળેલો અવસર ખુબજ ફાયદારૂપ: અશોક વેકરીયા
મલ્ટી ગ્રેન ફૂડ પ્રાઇવેટ લિમિટેડના અશોકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે જ્યારે ગ્લોબલ બિઝનેસ પાટીદાર સમિટનું આયોજન થયું ત્યારે એવા સ્પષ્ટ છે કે આ શહેર માટે જે અવસર મળ્યો છે તે ખૂબ જ ફાયદાકારક નીવડશે એટલું જ નહીં સ્થાનિક અર્થવ્યવસ્થામાં પણ અનેક સુધારો થશે અને વ્યાપારીઓ માં પણ વૃદ્ધિ જોવા મળશે. આ સમિટનો લાભ માત્ર વ્યાપાર જગત સાથે સંકળાયેલા વ્યાપારીઓ પૂરતો જ નહીં પરંતુ સ્થાનિક લોકો માટે પણ એટલો જ મહત્વનો છે. તેઓએ જણાવ્યું કે તેમની ઘણી એવી ચીજ વસ્તુઓ છે કે જે લોકો સુધી પહોંચી શકતી નથી ત્યારે આ એકમાત્ર એવું માધ્યમ છે જેના મારફતે બધા જ તેઓ લોકો સુધી પહોંચી શકે છે અને લોકો પણ તેમની નવી વાનગીઓ અને ખાઈ શકે છે અને તેની મજા પણ માણી શકે છે. બંધ તેઓએ ઉમેર્યું હતુ કે હાલ તેમની કંપની બેકરી પ્રોડક્ટ માં કાર્ય કરી રહી છે પરંતુ લોકોના ભરોસા ને ધ્યાને લઇ તેવો હવે મીઠાઈ પણ બનાવી રહી છે જેનો લાભ લોકો એ ખરા અર્થમાં લેવો જોઈએ.
યુવા ઉદ્યોગકારો માટે આ પ્લેટફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ : તુષાર છપાયા
આર્યા ઓટોમોબાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના તુષારભાઈ છપાયાએ અબતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સમગ્ર ભારત વર્ષમાં અનેક વ્યાપાર ને લગતા આયોજન થતાં હોય છે પરંતુ ગ્લોબલ બિઝનેસ પાટીદાર સમિટ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં આજના યુવા ઉદ્યોગસાહસિકો માટે એક વિપુલ તક લાવીને આવતું હોય છે. આ સમીટમાં જે ઉદ્યોગકારો સહભાગી થતા હોય છે તેને કોઇને કોઇ રીતે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ સતત જોવા મળે છે. તેઓ ઉમેરતાં કહ્યું હતું કે તેમની કંપની નો મુખ્ય લક્ષ્ય એ જ છે કે તેઓ વધુ ને વધુ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને પ્રાધાન્ય આપે છે કારણ કે હાલ ઇલેક્ટ્રોનિક વાહનોનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે તેમના વાહનો લોકો માટે ખૂબ ઉપયોગી નીવડશે અને લોકોની સુરક્ષા અને સલામતી નું પણ યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવ્યું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ઇલેક્ટ્રોનિક વાહનો માટે કંપનીએ વિદેશથી માલની આયાત કરવી પડતી હોય છે ત્યારે સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવવા માટે જાગૃતતા લોકોમાં કેળવવામાં આવી જોઈએ તે માત્રને માત્ર આ પ્લેટફોર્મ થકી જ શક્ય બનશે.
વિવિધ ક્ષેત્રના લોકોને એક તાંતણે બાંધે છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ: લવ ઠક્કર
ઓરેવા ઇ-બાઈકના લવ ઠક્કરે અબતકને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક એવું માધ્યમ અને કેવું પ્લેટફોર્મ છે કે જે વિવિધ ક્ષેત્રના લોકોને એક તાંતણે બાંધે છે અને તેમની જરૂરિયાતોને ઝડપ બે કેવી રીતે પૂર્ણ કરી શકાય તે વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તેમની કંપની આ સમીટમાં હર હંમેશ ભાગ લેતો હોય છે ત્યારે આ વખતે કંપનીએ માત્ર અને માત્ર ઇલેક્ટ્રોનિક ટુવિલર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે ઓરેવા ગ્રુપ સૌથી વધુ ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર વાહનો વેચાણ કરી રહ્યું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે તેઓ આ સમિટમાં સહભાગી હતા તેમના વેચાણમાં પણ ઘણી એવી વૃદ્ધિ નોંધાઈ છે ત્યારે જે વ્યાપારીઓ પોતાની વ્યાપાર ને વધુ આગળ ધપાવવા માંગતા હોય તેઓએ આ સમિટમાં અચૂક સહભાગી થવું જોઈએ.
કંપનીની ઈમેજ ઉભી કરવા માટે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અનિવાર્ય: જયદીપ પટેલ
ઉમિયા ચાના જયદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પણ આ એક્ઝિબિશનમાં પ્રથમ વખત સહભાગી થયા છે એટલું જ નહીં તેમની કંપની માટે પણ આ એક્ઝિબિશન અત્યંત કારગત નિવડશે જેનું મુખ્ય કારણ એ છે કે સુરતમાં પોતાનો પગદંડો જમાવ્યો હોય તો આ પ્રકારના એક્સપો માં સહભાગી થવું ખૂબ જ જરૂરી છે. તેઓએ કહ્યું કે ઉમિયા ચા નાસ્તો ઉપર ઘણા ખરા વિક્રેતાઓ અથવા કહી શકાય કે ડીલરશીપ લેનાર વ્યાપારીઓ આવી પહોંચ્યા છે તે સ્પષ્ટ સૂચવે છે કે સમીટનું મહત્વ અનેરૂ અને સૌથી વધુ છે. તેઓએ જણાવ્યું હતું કે સુરતની સ્વાદ પ્રેમી જનતા માટે ચાની નવી ફ્લેવર પણ લાવવામાં આવી છે. જે લોકોને ખુબજ પસંદ પડશે.