ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા “હકુભા” પરિવાર દ્વારા આયોજિત ધર્મોત્સવમાં 1 થી 7 મે સુધી લોકડાયરા, દાંડીયારાસ, શ્રીનાથજી ભક્તિસંગીત, સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે રમેશભાઈ ઓઝા દ્વારા કરાવાશે કથા રસ પાન
જામનગર માં શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા “હકુભા” પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવનો પ્રારંભ એક મે રવિવાર વૈશાખ સુદ એકમ વૈશાખ સુદ એકમ સવારે આઠ વાગ્યે પોથીયાત્રા અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા ના શુકન થી થશે,
જામનગરના સુપ્રસિદ્ધ સાત રસ્તા સર્કલ પાસે આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ શ્રીમદ ભાગવત કથા રૂ રસપાનપૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વ્યાસ આસન પર બિરાજી ભાગવત રસપાન કરાવશે
તારીખ 1મે રવિવારે સવારે આઠ વાગે હકુભા જાડેજા ના નિવાસસ્થાન મનહરવિલા થી પોથીયાત્રા નો પ્રારંભ થશે અને કથા સ્થળે પહોંચશે અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે કથા નો શ્રવણ લાભ દરરોજ સવારે 9 થી બપોરે 1 સુધી આપવામાં આવશે કથા દરમિયાન તારીખ પાંચમી મેએ ને ગુરૂવાર કૃષ્ણ જન્મશુક્રવારછે મે એ ગોવર્ધનપૂજા, સાત ને સનીવાર રૂક્ષ્મણી વિવાહ અને આઠમી તારીખે કથા ને વિરામ અપાશે, દરરોજ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં તારીખ 1/5ને રવિવારે સાંજે નવ વાગે લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવાયત ભાઈ ખવાડ અને અલ્પાબેન પટેલ, સાહિત્યરસ પીરસશે, 2/5 સોમવારે સાંજે નવ વાગે લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી અને લોક ગાયિકા લલીતાબેન ઘોડાદરા નો કાર્યક્રમ યોજાશે3/5 સાંજે 9 વાગ્યે લોકડાયરામાં હાસ્ય કલાકાર સાઇરામભાઈ દવે અને લોક સાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી નો લાભ મળશે 4/5 બુધવારે સાંજે 9વાગ્યે લોકડાયરામાં લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી અને લોક સાહિત્યકાર અનુભા ગઢવી ની બેલડી સાહિત્યરસ નું રસપાન કરાવશે તારીખ 5/5 ગુરુવારે સાંજે નવ વાગે દાંડીયારાસ ના કાર્યક્રમમાં સુપ્રસીદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી, ગરબાક્વીન કિંજલ દવે લોક ગાયિકા નિષાબેન બારોટ દાંડીયા રાસની રમઝટ બોલાવશે તારીખ 6/5 ને શુક્રવારે સાંજે નવ વાગે શ્રીનાથજી ભક્તિ સંગીત માં લોક ગાયિકા ધોળકિયા ભક્તિ રસ સે તારીખ 7 મેં શનિવારે સાંજે નવ વાગે લોકડાયરામાં સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પોતાની આગવી શૈલીમાં સાહિત્યરસ પીરસશે આ મહોત્સવ નો લાભ લેવા નિમંત્રક માતુશ્રી મનહર બા મેરૂભા જાડેજા ના આશીર્વાદથી ધર્મેન્દ્રસિંહ જાડેજા “હકુભા” દ્વારા અનુરોધ કરાયોછે મહોત્સવ ના મુખ્ય શુભેચ્છક રવિરાજ ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જામનગર રહેશે મહોત્સવની વિશેસ જાણકારી માટે અમિતભાઈખાખરીયા, મો.87587 50545 સુનિલભાઈલોડાયા, મો.8758750546 નો સંપર્ક કરવા જણાવાયું છે.