લીંબુ જે સ્વાસ્થ્ય માટે ઉતમ ગણાતા હાલ એ જ લીંબુના ભાવ સાંભળીને લોકોને ચક્કર આવી જાય તેવી સ્થિતિ થઈ ગઈ છે. લોકોને લીંબુના ખુબ જ મોંઘા લાગી રહ્યા છે. ખેડૂતો ખુશખુશાલ તો પ્રજાને લીંબું ખરીદતા પહેલા વિચાર આવવા લાગ્યા છે. લીંબુના ભાવની સાથે લીંબુની સુરક્ષામાં પણ વધારો કરવો પડયો છે. કારણકે ચોર હવે લીંબુની ચોરી પણ કરવા લાગ્યા છે. યુપીમાં એક ચોરે ૬૦ કિલો લીંબુ ચોરી લીધા હતા ત્યારે આવી જ એક ઘટના સુરતમાં પણ બની છે. જ્યાં 140 કિલો જેટલા લીબુની ચોરી થઈ છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના કામરેજની છે જ્યાં કઠોર ગામે 6.5 વીઘામાં કરેલ લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીબુની ચોરી થઈ છે. આ ચોરીના કિસ્સા પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે લીંબુના ભાવ લોકોને કેટલી અસર છે. કામરેજ તાલુકાના કઠોર ગામે જયેશભાઈ પટેલે 6.5 વીંઘામાં 1450 લીંબુના ઝાડનો ઉછેર કર્યો છે.
એક ઉતારમાં 250 મણ લીંબુનો ઉતાર આવે છે. જેથી ખેડૂતને આર્થિક ફાયદો થયો હતો. લીંબુના ભાવ વધતા ખેડૂતે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી હતી. પરંતુ તસ્કરો ખેડૂતના કરતા પણ વધુ તેજ નીકડા અને લીંબુ ચોરી ગયા.રાત્રીના સમયે ચોર 120થી 140 કિલો લીંબુની ચોરી કરી ગયા હતાં. જે અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.