હાલની પરિસ્થિતી મુજબ આજે બધી વસ્તુઓમાં ભાવવધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડર આપણી રોજ બરોજની જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. સતત ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થઈ રહ્યો છે.આમ આ ભાવ વધારો સમાન્ય માણસને વીટંબણામાં મૂકી રહ્યો છે.
હાલ ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગેસ ગેસ એજન્સીના ગેસ સિલિન્ડરમાં બેથી ત્રણ કિલો ગેસ ઓછો આપવામાં આવે છે. ત્યારે આ મામલે લોકોએ ફરિયાદ ઉઠાવી છે. આ અંગે પુણા વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં રહેતા લોકોએ ગેસ સિલિન્ડરમાં બે થી ત્રણ કિલો ગેસ ઓછો આપવાને કારણે હોબાળો મચાવ્યો હતો.
ઇન્ડિયન ગેસ એજન્સી દેવપુર પા.ની ગાડીમાં ગેસ સિલિન્ડરમાં બે થી ત્રણ કિલો ગેસ ઓછો નિકડ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ મામલાની મામલતદાર સહિતના અધિકારીઓ નોંધ લઈને આ અંગે કર્યવાહી હાથ ધરી હતી.અંતે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ સોસાયટીના લોકોની જાગૃતતાને લીધે ગેસ કૌભાંડ ખુલ્લુ પડ્યું છે.