નિફટી પણ 109 પોઈન્ટ અપ: રોકાણકારોમાં હાશકારો: ડોલર સામે રૂપિયામાં પણ મજબુતાઈ
ભારતીય શેર બજારમાં આજે તેજીનો ટોન જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા સેન્સેકસે ફરી 57 હજાર પોઈન્ટની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. બજારમાં સતત વોલેટાલીટી જોવા મળી રહી છે. એક દિવસ બજારમાં તેજી રહે છે તો બીજા દિવસે બજારમાં મંદી જોવા મળે છે. બજારનો એક તરફી રૂખ ન હોવાના કારણે રોકાણકારો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.
ચાલુ સપ્તાહ શેર બજારમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ શેશનમાં સોમવારે માર્કેટમાં મંદી જોવા મળી હતી. જયારે મંગળવારે બજારમાં તેજી વર્તાય હતી બૂધવારે ફરી બજારમાં મંદીની મોકાણ સર્જાય હતી. દરમિયાન આજે ફરી બજારતેજી સાથે ખૂલ્યું હતુ બેતરફી રૂખના કારણે રોકાણકારો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાય ગયા છે. માલનો સંગ્રહ કરવો કે વેચી મારવો તે નકકી કરીશકતા નથી.
આજે મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસ ગ્રીન ઝોનમાં ખૂલ્યાહતા સેન્સેકસે ઉઘડતી બજારે જ 57 હજાર પોઈન્ટની સપાટી ઓળંગી હતી ઈન્ટ્રા ડેમાં 57790.85ની જયારે નિફટીએ 17322.50ની સપાટી હાંસલ કરી હતી બુલીયન બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 11 પૈસા તુટયો હતો.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 770 પોઈન્ટના ઉછાળા સાથે 57589 અને નિફટી 202 પોઈન્ટના ઉછાળા સાથે 17220 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 6 પૈસાની મજબુતાઈ સાથે 76.45 પર કામકાજ કરી રહ્યો છે.