સદર બજારમાં પાર્ક ઇન હોટલમાં નોકરી દરમિયાન એકઠો કરેલો પગારના રૂ.2.40 લાખની છેતરપિંડી કર્યાના આક્ષેપ
સદર બજારમાં આવેલી પાર્ક ઇન હોટલમાં સાફ સફાઇનું કામ કરતી બે સંતાનની માતા પર ત્યાં જ ફરજ બજાવતા મેનેજરે બળાત્કાર ગુજાર્યાની અને મેનેજર હાલ રિવરા હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે તેને પગારના રૂા.2.40 લાખ ન આપી છેતરપિંડી કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
સદર બજારમાં આવેલી એક હોટેલમં વર્ષ 2014 થી 2016 સુધી કચરા પોતાનું કામ કરતી જામનગર પંથકની પરિણીતાને જે તે વખતે આ હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતાં જબ્બર નામના શખ્સ પ્રેમજાળમાં ફસાવી મરજીથી અને જબરદસ્તીથી આ મહિલા સાથે બળાત્કાર ગુજારતાં અને તેના પગારની એકઠી થયેલી રકમ રૂ.2,40,000 માંથી માત્ર 40 હજાર આપી બાકીના 2 લાખ ન આપી છેતરપીંડી કર્યાની ફરિયાદ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાતા આરોપીને સકંજામાં લઇ ઘરપકડની તજવીજ હાથ ઘરી છે.
આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે ભોગ બનેલી 33 વર્ષિય મહિલાની ફરિયાદ પરથી અગાઉ સદાર બજારની પાર્ક ઇન હોટેલમાં મેનેજર તરીકે કામ કરતાં અને હાલમાં રિવેરા હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતાં જબ્બર નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી 376 , 406 , 420 મુજબ ગુનો નોંધ્યો છે . મહિલાએ પોલીસને જણાવ્યું છે કે હું ચારેક વર્ષથી પતિ સાથે રહુ છું . મારે એક સંતાન છે . અગાઉ ધણી સાથે છુટાછેડા થઇ જતાં હું સદર બજારની હોટલ પાર્ક ઇનમાં 2014 થી 2016 સુધી કચરા પોતાના કામ માટે નોકરીમાં રહી હતી અને હોટેલમાં જ રહેતી હતી . તે વખતે હોટલનો મેનેજર રાજસ્થાનનો જબ્બર હતો . તેણે રૂા . 10 હજારના પગારથી મને નોકરી આપી હતી . જે તે વખતે હું મેનેજર પાસેથી પગાર લેતી નહોતી અને મારો પગાર તેની પાસે જ જમા કરાવતી હતી . એ દરમિયાન મેનેજર સાથે મારે પ્રેમ થઇ ગયો હતો . તે વખતે મેં અને જબ્બરે ઇચ્છાથી શરીર સંબંધ બાંધ્યા હતાં . એ પછી જબ્બરે બળજબરી કરીને પણ શરીર સંબંધ બાંધી લીધા હતાં .
ત્યારબાદ મારી તબિયત સારી ન હોઇ અને નોટબંધી આવતાં હું નોકરી મુકી જામનગર તરફ રહહેવા જતી રહી હતી . મારા પગારના જમા થયેલા રૂા . 2.40 લાખ જબ્બર પાસે જ હોઇ હું આ રકમની મારે જરૂર હોવાથી લેવા માટે રાજકોટ આવતાં ખબર પડી હતી કે જબ્બર પાર્ક ઇન હોટેલની નોકરી મુકી હોટેલ રિવેરામાં નોકરીએ રહી ગયો છે . આથી હું ત્યાં તેને મળવા જતાં અને મારા પગારના પૈસા માંગતા તેણે હું તને ઓળખતો નથી , તારા કોઇ પગારના પૈસાની મને ખબર નથી તેમ કહી તગેડી મુકતાં આ મામલે એ ડિવીઝનમાં અરજી કરી હતી .
જેથી પોલીસે નિવેદન લેવા બોલાવતાં જબ્બે માત્ર 40 હજાર આપ્યા હતાં . બાકીના બે લાખ તે આપતો ન હોઇ અંતે મેં પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવી છે . મહિલાની ફરિયાદ સંદર્ભે પીઆઇ એમ . એ . ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ કે . સી . રાણા , એએસઆઇ સંજયભાઇ દવેએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે .