મહાપાલિકા તંત્રની ઘોર લાપરવાહી: રાજુ જુંજાનો પ્રહાર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એકબાજુ શહેરના 16 વોડેમા પાણીકાપ ઝીંકાયો છે તો બીજી બાજુ વોડે નં 9મા સાધુ વાસવાણી રોડ પર શાક માર્કેટ સામે, છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી બચાવવા માટે મોટા મોટા હોડીગ લગાવાયા છે,શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ પ્રજાજનો પાસેથી હજારો રૂપિયા નો દંડ વસુલવામાં આવી રહ્યો છે, પાણી બચાવવાની જેટલી જવાબદારી નગરજનોની છે એટલી જ જવાબદારી સતાધીશોની છે.
કોપોેરેટરોની નિષ્ક્રિયતા અને તંત્રની લાપરવાહીને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ હકીકત છે, મ્યુનિસિપલ તંત્ર આ બાબતે જાગૃતતા દાખવે એ જરૂરી છે,એમ જનસેવક અને સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજાએ રોષ વ્યકત કરતા જણાવ્યુ છે.