રાજકોટમાં પતિએ પત્નીને ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપ્યાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જો કે પત્નીએ આ વાતને લઇ પતિ સહિત સાસરિયાઓ સામે મહિલા પોલીસમા ગુનો નોંધાવ્યો છે.

શહેરના મોરબી રોડ પર રહેતા રૂબીનાબેન અફઝલ લાખાણી \ને ઘરકામ સહિતની બાબતોમાં પતિ-સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરી કાઢી મુકતા ગુનો નોંધાયો છે. હાલ મોચી બજારમાં માવતરે રિસામણે રહેલી આ પરિણીતાએ કહ્યું હતું કે, પોતાને પતિએ દોઢ વર્ષ પહેલા ત્રણ વખત તલાક બોલી કાઢી મુકી હતી. આ મુદે મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ ,વી.એ.ચંદેરાએ રૂબીનાબેનની ફરિયાદ પરથી તેના પતિ અફઝલ હુશેનભાઇ લાખાણી, સાસુ રસીદાબેન, સસરા હુશેનભાઇ જમાલભાઇ, નણંદ સુહાના અકરમ ખેરાણી અને નાનાજી સસરા કરીમભાઇ ઓસમાણભાઇ ભાડુલા સામે ગુનો નોંધ્યો છે.

રૂબીનાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. પતિ અફઝલને ચાવીના કિ-ચેઇન બનાવવાનું કારખાનું છે. સંતાનમા ત્રણ વર્ષનો પુત્ર છે. રૂબીનાબેને પોલીસમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા પતિએ માથાકૂટ કરી ધક્કો મારી પછાડી દેતાં પોતે અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. તે ભાનમાં આવી ત્યારે પતિ-સાસુ સહિતનાએ કહ્યું હતું કે તને ત્રણ વખત તલાક તલાક તલાક કહી દેવાયું છે, તારા હવે તલાક થઇ ગયા છે તને નથી જોઇતી તેમ કહી કાઢી મુકી હતી. જો કે પોતે સંપૂર્ણ ભાનમાં ન હોય તેણે તલાક સાંભળ્યા પણ નહોતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.