ભજનીક ગાયક વિનોદભાઈ પટેલનો ભકિતરસ પણ પીરસાયો
દીકરાનું ઘર તેની વિવિધ સેવાઓથી ખ્યાતીપ્રાપ્ત છે . અઢી દાયકાથી સેવારત , નિરાધાર તરછોડાયેલા માવતોરની સેવા કરતી સંસ્થા દીકરાનું ઘર ” વૃધ્ધાશ્રમ દવારા લગભગ તમામ તહેવારોની ધાર્મિક ઉજવણી કરવામાં આવે છે . જેના ભાગરૂપે ગત હનુમાન જયંતિના પવિત્ર દિવસે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં પરીસરમાં માવતરો અને શહેર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ભજનીક ગાયક વિનોદભાઈ પટેલ નો ભકિતરસનો કાર્યક્રમ યોજાયો હતો . આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ વલ્લભાઈ સતાણી , જાણીતા બિલ્ડર વિરાભાઈ હુંબલ , યુવા ઉદ્યોગપતિ તારકભાઈ ગજેરા , જાણીતા ઉદ્યોગપતિ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમાં વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓમાં કામ કરતા અનુભવી કાર્યકર્તાઓનો સમૂહ છે . દીકારનું ઘર ની એક પરંપરા રહી છે કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કાર્યકર્તાઓ કોઈ સિધ્ધિ હાંસલ કરે તો આવી ઘર દીવડાઓને સન્માનીત કરતા તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં તાજેતરમાં જ સહકારી ક્ષેત્રની અગ્રીમ બેન્ક રાજ બેન્કનાં ડીરેકટર તરીકે બિનહરીફ ચુંટાયેલા જાણીતા ઈન્ટીરીયર ડીઝાઈનર ખોડલધામના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા , રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ડીરેકટર તરીકે ચુંટાયેલા ગિરીરાજ હોસ્પિટલનાં સંચાલક ગૌરાંગ ઠકકર , માર્કેટીંગ યાર્ડના યુવા વેપારી કુશલ પોપટ , મેટોડા જી.આઈ.ડી.સી. ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા , તેમજ મોઢ વણીક મહિલા મંડળનાં પ્રમુખ ગિતાબેન પટેલ તેમજ અશ્વિનભાઈ પટેલ દંપતીનું દીકરાનું ઘર દવારા જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં પ્રારંભે મહેમાનો દવારા દીપ પ્રાગટય થયું હતું . સંસ્થા દવારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા . આ કાર્યક્રમમાં વિનામુલ્યે સેવા આપનાર વિનોદ પટેલ ને સંસ્થા દવારા વિશેષરૂપે સન્માનીત કરાયા હતા . આ કાર્યક્રમમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં માવતરો અને ઉપસ્થિત શ્રોતાગણ ભાવવિભોર બન્યા હતા .સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને આખરી ઓપ મુકેશ દોશીનાં નેતૃત્વ નીચે અનુપમ દોશી , નલિન તન્ના , સુનિલ વોરા , સુભાઈ રાચ્છ , હાર્દિક દોશી , રાજદીપ શાહ , અશ્વિનભાઈ પટેલ , હિરેન કલ્યાણી , ગુણુભાઈ ઝાલાડી , પોપટભાઈ પટેલ , વિજયભાઈ બાબરીયા , હરેનભાઈ મહેતા , પ્રવિણ હાપલીયા એ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો .