કાલિસિંધ નદીના કિનારે એક એવું માતાનું મંદિર સ્થિત છે જ્યાં ધી કે તેલથી નહીં પરંતુ પાણીથી દિવડાને પ્રગટવામાં આવે છે. પોતાની આ અનોખી વિશેષતાને કારણે અહી ભક્તોની ભીડ લાગેલી હોય છે. આ મંદિરમાં તમારે દીવો પ્રગટવા માટે ઘી કે તેલની જરૂર પડતી નથી અહી ઘણા વર્ષોથી પાણીમાં દીવાને પ્રગટવામાં આવે છે.
આ મંદિરને ગડીયાઘાટવાળી માતાના નામથી પણ જાણવામાં આવે છે. આ મંદિરની પુજા અર્ચના કરતાં પૂજારીએ કહ્યું કે પહેલા હમેશાની જેમ તેલથી દીવાને પ્રગટવામાં આવતો હતો પરંતુ એક વાર તેમણે સપનામાં માતાએ દર્શન આપી તેમણે પાણીથી દીવો પ્રગટવા કહ્યું અને ત્યારથી લઈ અત્યાર સુધી આ દીવો એમ જ પાણીમાં પ્રગટે છે.
આ દિવને પ્રગટવા માટે કાલિસિંધ નદીના પાણીને લાવવામાં આવે છે. આ મંદિરમાં માત્ર ચોમાસમાં જ દીવો પ્રગટતો નથી કારણ કે અહી આવેલી કાલિસિંધ નદીમાં પાણીનું એટલું સ્તર વધી જાય છે કે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. ત્યાર બાદ જ્યોતને શરદીય નવરાત્રિના પહેલા દિવસે પ્રગટવામાં આવે છે. જે આખુ વર્ષ ચાલે છે. આ મંદિર પોતાની આ પ્રસિધ્ધિ માટે ઘણું જ પ્રચલિત છે.