પુરોહિત નિશા, વિદ્યાર્થીનિ, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.
ડો. યોગેશ એ. જોગસણ, અધ્યક્ષ,મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિ.
વર્તમાન સમયમાં જુના ઘણા રીવાજો અને વ્યવસ્થામાં પરિવર્તનો જોં મળે છે. એવું જ એક પરિવર્તન એટલે લીવ ઇન રિલેશનશિપ વિશે લોકોના વલણો. આજની યુવા પેઢી સમાજમાં ઘણા ફેરફારો અને પરિવર્તનનિ આશા સાથે કાર્ય કરતા જોવા મળે છે અને તેના વૈચારિક પરિવર્તનનિ અસર સમાજમાં જોવા મળે છે. સમાજને ટકાવવા માટે લગ્ન સંસ્થાએ વ્યવસ્થાના ભાગ રૂપે રહેલી છે પણ લીવ ઇન રીલેશનશીપ પણ આજના સમયે જોવા મળી રહ્યું છે જેને માન્યતા પણ ઘણી જગ્યાએ મળી રહી છે પણ તેવીશેના લોકોના મંતવ્યો કેવા છે તે જાણવા માટે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનિ પુરોહિત નિશા એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં 1620 લોકો પાસેથી માહિતી મેળવી જેમાં 18 થી ૩૦ વર્ષના 39%, 31 થી 45 વર્ષના 28%, 46 થી 55 વર્ષના 19% અને 55 વર્ષથી વધુના 14% લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં 18 થી ૩૦ વર્ષના લોકોનું એ માનવું છે કે લીવ ઇન રીલેશનશીપ એ યોગ્ય છે અને તે લગ્નની વ્યવસ્થાના અવેજીમાં આવકારદાયક છે. સર્વેના પ્રશ્નો અને તેના તારણો નીચે મુજબ હતા.
શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ યોગ્ય છે ? જેમાં 52.6% એ હા અને 47.4% લોકોએ ના જણાવી
લિવ ઇન રિલેશનશિપ એ જીવનની જવાબદારીઓમાંથી છટકી જવાનો એક માર્ગ છે ? જેમાં 58.9% એ ના અને 41.1% લોકોએ હા જણાવ્યું
શું લિવ ઇન રિલેશનશિપ લગ્નનો વિકલ્પ છે? જેમાં 60% લોકોએ હા અને 40% લોકોએ નાં જણાવી
લિવ ઇન રિલેશનશિપ વિભાવનાની સમાજ પર આડઅસરો થાય છે? જેમાં 25.3% હા અને 74.7% લોકોએ નાં જણાવી
તમારા મતે લિવ ઇન રિલેશનશિપ એ ભારતીય સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે? જેમાં 35% લોકોએ હા અને 65% લોકોએ નાં જણાવી
શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ લગ્ન સંસ્થા માટે ખતરારૂપ છે? જેમાં 69% લોકોએ નાં અને 31% એ હા જણાવી
શું તમારા મતે લિવ ઇન રિલેશનશિપ એ માત્ર શારીરિક જરૂરિયાત માટે છે? જેમાં 66.૩% એ નાં અને 33.7% એ હા જણાવી
શું તમારા મતે લગ્ન પહેલા લિવ ઇન રિલેશનશિપ રાખવી એ યોગ્ય છે? જેમાં 56% એ હા અને 44% એ નાં જણાવી
તમારા મતે સ્વત્રંતા છીનવાય જવાની બીકથી લોકો લગ્ન કરતા નથી? જેમાં 58.9% એ હા અને 41.1% એ ના જણાવી
શું તમારા મતે લગ્ન સંસ્થા ની જગ્યાએ લિવ ઇન રિલેશનશિપ આવકારદાયક છે ? જેમાં 68% એ હા અને 32% એ ના જણાવી
લિવ ઇન રિલેશનશિપ અને એકલા રહેવાનો છે આ ટ્રેન્ડ છે તેના લીધે માનસિક રોગો અને સંઘર્ષો સમાજમાં વધશે તેવું તમને લાગે છે? જેમાં 51% એ નાં અને 49% લોકોએ હા જણાવી
લગ્ન કરી દુઃખી થવા કરતા લીવ ઇન રીલેશન વિકલ્પ યોગ્ય છે? જેમાં 63% લોકોએ હા અને 37% એ ના જણાવી
શું તમે અન્ય કોઈ સાથે લીવઇનમાં રહેલ વ્યક્તિ સાથે લગ્ન કરવા સહમતી આપો અથવા આવી વ્યક્તિને તમારા જીવનમાં સ્વીકારો ? જેમાં 53.૩% એ હા અને 46.7% એ ના જણાવી
લીવઇન રીલેશનશીપ વિશે મંતવ્યો આપતા લોકોએ જણાવ્યું કે આ સમાજ માટે નુકશાનકારક છે જેનાથી લગ્નસંસ્થા મુશ્કેલીમાં મુકાશે. આપણા સમાજ માટે આ ભવિષ્યમાં નિષેધાત્મક બાબત બની રહેશે.
લીવ ઇન રીલેશનશીપ ને લગ્નની વિરુદ્ધ માનવા કરતાં બેટર એ છે કે આને લગ્ન પહેલાની સ્થિતિ પણ બનાવી શકાય. જેમકે કોઈ સ્ત્રી પુરુષ થોડો સમય એકબીજા સાથે લીવ ઇન માં રહે તો તેનાથી એકબીજાને સમજી શકે છે .બને નાં ખ્યાલો, બને નાં જીવન જીવવાની પદ્ધતિ વગેરે જો મેચ થઈ જાય તો એ લગ્ન ગ્રંથિ થી પણ જોડાય શકે.લીવ ઇન રીલેશનશીપ એ ખૂબ જ આવકારદાયક સમાજ વ્યવસ્થા છે. એ કોઈ જવાબદારી થી ભાગવાની વ્યવસ્થા નથી પરંતુ સમાનતા ના મૂલ્યો ને જીવન માં લઇ આવવા માટે જરૂરી વ્યવસ્થા છે, ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરીને જીવન જીવવા કરતા સાચી વ્યક્તિ સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવું સારું.