બે સંતાનની માતાએ પ્રાસલી ગામે મોગલ માં મંદિરે ઝેરી ટીકડા ખાઇ ભર્યુ પગલું
કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામની પરિણીતાને મરવા મજબુર કરનાર રોણાજના ગામના પ્રેમી સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર નજીક મોટી ફાફણી ગામે રહેતી માલવીકાબેન રમેશભાઇ બાંભણીયા નામની પરીણીતાએ પ્રાંસલી ગામે મોગલ માના મંદિરે ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવમાં મૃતક માલવિકાબેનના પતિ રમેશભાઇની ફરીયાદ પરથી પોલીસે કોડીનારના રોણાજ ગામના કૌશિક પરબત રાવલીયા નામના શખ્સના ત્રાસથી આ પગલું ભરી લીધાનું જણાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક માલવીકાબેન ના દિયર મેહુલ બાંભણીયાનો મિત્ર કૌશિક સાવલીયા અવાર નવાર ઘરે આવતો હોવાથી માલવિકાબેન સાથે પે્રેમ સંબંધ હતો જેથી કૌશિક માલવીકાબેનને ત્રાસ આપતો હોવાથી આ પગલું ભરી લીધાનું ખુલતા યોજાશે તેની સામે કલમ 306 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.