રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ ન મળતા ઉમિયા ટાઉનશીપના 500થી વધુ લોકોનું ટોળું ધારાસભ્યના ઘેર ધસી આવ્યુ
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે મળી રહી નથી જેને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં એક તરફ કરોડો રૂપિયાના વિકાસનાં કામો મુકવામાં આવી રહ્યા છે પરંતુ આ વિકાસના કામો કઈ દિશામાં જઈ રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડયું છે કારણ કે રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓથી જિલ્લાવાસીઓ ઝંખી રહ્યા છે શહેરીજનોને જે ટેક્સ ભરવા છતાં પણ સુવિધાઓ મળી રહી નથી જેને લઈને અવારનવાર નગરપાલિકા ખાતે પણ લોકો વિરોધ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ ઉપર આવેલ ઉમિયા ટાઉનશીપ ના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર પાલિકાને રોડ રસ્તા પ્રાથમિક સુવિધાના મામલે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ આ વિસ્તારમાં રસ્તા અને પ્રાથમિક સુવિધા ન મળતાં હોબાળો કર્યો છે રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ધારાસભ્યોના ઘરે હોબાળો મચાવવામાં આવ્યો છે અંદાજીત 500 થી વધુ સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્યોના ઘરે હોબાળો મચાવી અને રજૂઆત કરવામાં આવી છે અને ઘેરાવ કરવામાં આવ્યો છે.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરમાં વિકાસના કામોની મોટી મોટી વાત કરી રહી છે પરંતુ રિયાલીટીમાં કંઈક અલગ જ છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા નો વહીવટ ખાડે ગયો છે તેવા સંજોગોમાં રાત્રે 12 વાગ્યાના અરસામાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલના બંગલા ખાતે સ્થાનિક લોકોએ મચાવ્યો છે અને તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલી ઉમિયા ટાઉનશીપ છે તેમાં રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પાંચસોથી વધુ લોકોના ટોળા રાત્રી દરમિયાન ધારાસભ્યના ઘરમાં પ્રવેશ મેળવી અને આ મામલે રજૂઆત કરી છે જોકે ધારાસભ્ય રાત્રે જાગી ઊઠી અને તાત્કાલિકપણે ચીફ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવ્યો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા પણ ધારાસભ્યને પણ ઉડાવ જવાબ આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડી લીધું છે તેવા સંજોગોમાં ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોને પણ કોઈપણ ગણકારતું ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરી અને ઉગ્ર રજૂઆત કરી છે ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ધારાસભ્યનો જે બંગલો તપોવન છે ત્યાં સ્થાનિક લોકોએ રાત્રે બાર વાગ્યે ઘેરાવ કર્યો છે મહિલા બાળકો પુરુષો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે ત્યારે લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.