સૌરાષ્ટ્રભરના વૈષ્ણવ સંપ્રદાયનું સ્વપ્ન થશે સાકાર: વૈષ્ણવાચાર્ય પૂ.જયદેવલાલજી મહોદયની આજ્ઞાથી થયું આયોજન: પુરૂષોત્તમ મહાયજ્ઞ તથા હવેલીનું ભૂમિપૂજન કાર્ય વિધિવત સંપન્ન
વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રીજયદેવલાલજી મ0હોદયશ્રી (કડી-અમદાવાદ) દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ.પ્રથમ રાજકોટમાં તરઘડી ગામની ભાગોળમાં 10 એકરની વિશાળ જગ્યામાં વૈષ્ણવંદ માટે શ્રીમદ્ વલ્લભચાર્ય સંસ્કારધામ સાકાર થવા જઇ રહ્યુ છે ત્યારે પુરૂષોત્તમ મહાયજ્ઞ અને ભૂમિપૂજન કાર્ય વિધિવત સંપન્ન થયો છે.
શ્રીમદ્ વલ્લભચાર્ય સેવા સંઘ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આકાર પામવા જઇ રહેલ સંકુલમાં ભવ્યતા તેમજ વ્રજની ઝાંખી, વૈષ્ણવ ગુરૂકુળ ઓડીટોરીયમ, 84 બેઠકની ઝાંખી વિવિધ આયોજનનું નિર્માણ થશે. આ તકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સરપંચ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્માણ કાર્યથી વૈષ્ણવનું સ્વપ્ન સાકાર થઇ રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ લોકો ઉ5સ્થિત રહ્યા હતા અને પુરૂષોત્તમ મહાયજ્ઞનો લ્હાવો લીધો હતો. આ પુરૂષોત્તમ મહાયજ્ઞ અને ભૂમિપૂજન વૈષ્ણવચાર્ય પૂ.પા.ગો.108 શ્રીજયદેવલાલજી મહોદયશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અંતે ઉપસ્થિત તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન પર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગનો લ્હાવો માણી લોકોએ ધન્યતા અનુભવી હતી. 10 એકરની પુષ્કળ જગ્યામાં શ્રીમદ વલ્લભાચાર્ય સંસ્કારધામનું નિર્માણ થતા જ સૌરાષ્ટ્ર સહિત રાજયભરના વૈષ્ણવ સંપ્રદાયનું એક સપનું સાકાર થશે. જેના ભાગરૂપે ભૂમિપૂજન કરીને તે સપનું સાકાર કરવા તરફ એક ડગલું મંડાયું છે.
10 એકરની વિશાળ જગ્યામાં વૈષ્ણવનું સ્વપ્ન સાકાર થશે: અરવિંદભાઈ પાટડીયા
અરવિંદભાઇ પાટડીયાએ ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે તરઘડી ગામની ભૂમિ પર વિશાળ ભવ્ય હવેલી તેમજ વૈષ્ણવ ગુરૂકુળનું નિર્માણ કાર્ય શરૂ થવા થઇ રહ્યું છે. આ ઉપરાંત હવેલીમાં 84 બેઠકની ઝાંખી, વ્રજની ઝાંખી પણ ગોઠવવામાં આવશે. આ નિર્માણ કાર્યમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રીજયદેવદાસજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) દ્વારા થઇ રહ્યું છે. તેમના દ્વારા પુરૂષોત્તમ મહાયજ્ઞ અને ભવ્ય હવેલીનું ભૂમિ પૂજન કાર્ય કરવામાં આવ્યુ હતું. 10 એકરની વિશાળ જગ્યામાં વૈષ્ણવનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે. આ નિર્માણ કાર્યનો મુખ્ય હેતુ લોકો આ શાંત અને પવિત્ર જગ્યા પર આવી પોતાની ભક્તિ કરી શકે અને આજની યુવા પેઢી છે. તે બધી જ બાબતો સાથે સંકળાય અને તેમને જીવનમાં પ્રેરક સંદેશા મળે. ગુરૂકુળ નિર્માણ કાર્યથી વિદ્યાર્થી અહીંના શાંત વાતાવરણમાં રહી પોતાના વિદ્યા ક્ષેત્રે આગળ વધી શકે અને પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકે.