કોકરાઝારની કોર્ટે ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી. આસામ પોલીસે આ અંગે રવિવારે આ જાણકારી આપી હતી.ત્યારબાદ જામીન અરજીનો ચુકાદો આવી ગયો છે જેમાં MLA જીગ્નેશ મેવાણીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. જ્યાંથી તેને આસામ લઈ જવામાં આવ્યો હતો. આસામ પોલીસે ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ મેવાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
MLA જીગ્નેશ મેવાણી પોતાના ટ્વિટમાં દાવો કર્યો છે કે, ગોડસેને ભગવાન માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંપ્રદાયિક સંઘર્ષ સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ.