પાટીલની જસદણ મુલાકાતને સુચક માની મોટી જાહેરાત થશે? તમામની મીટ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સાંજે એક વર્ષ બાદ બીજી વખત જસદણ આવવાના હોવાથી ભાજપના નાના મોટા દરેક સંગઠનમાં ઉત્સાહનો સંચાર ફરી વળ્યો છે. પાટીલની જસદણ પધરામણી સમયે પાર્ટીનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી. ગુજરાતમાં જયાં સુધી વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી સૌરાષ્ટ્રનો દબદબો હતો મુખ્યમંત્રી ઉપરાંત કેબીનેટ મંત્રીઓ અને રાજય મંત્રીઓની સંખ્યા વધારે હતી જો કે ભુપેન્દ્ર પટેલની સરકારમાં આમાંકાપ મૂકાયો છે.
જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેની કોઈ અસર ન થાય તે માટે પાટીલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સતત પ્રવાસો કરી પૂરતા પ્રયત્નો કરીરહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક વર્ષ પહેલા કોરોનાની બીજી લહેરમાં શહેરમાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈબોઘરા અને જાણીતા માનવતાવાદી તબીબ પંકજભાઈ કોટડીયાએ વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટરના લોકાર્પણ બાદ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ આજે સાંજે જસદણ આવવાના હોવાથી તે પૂર્વે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા માજી ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ વગેરે તરફથીભારે આવકાર સાંપડયો હતો.
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવીરહી છે. તેમ કેન્દ્ર અને રાજયના નેતાઓએ સ્પીડમાં પ્રવાસ વધારી દીધો છે.બીજી તરફ સ્થાનિક નેતાઓ પણ પક્ષને વધુ મજબુત બનાવવાની કવાયતમાં લાગી ગયાછે. સાંજે જસદણમાં આગમન સમયે પત્રકારોન પાટીલ ચૂંટણી ટીકીટ અંગે શું માહિતી આપે છે તે તરફ મીટ મંડાઈ છે.