સહકાર વિભાગની અનેક યોજનામાં કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરાશે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ વાશે.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે. રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથ વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. 1250 કરોડ. કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. 50 કરોડ. સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. 10 કરોડ. ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ.13 કરોડ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. ર કરોડ.