દ્વારકામાં 19 કરોડના ખર્ચે એરપોર્ટ બનશે: સી-પ્લેનની સુવિધા પણ ઉભી કરાશે
અબતક, રાજકોટ:
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 517 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.વર્ષ-2019માં યોજાયેલ ખેલ મહાકુંભમાં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો. ખેલ મહાકુંભ અંતર્ગત આગામી વર્ષ માટે 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ(ડી.એલ.એસ. એસ.)માં 39 શાળાઓના અંદાજે 4350 વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા 43 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વડોદરા જિલ્લાના ડેસર ખાતે સ્થપાયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી માટે વધુ સુવિધાઓ વિકસાવવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રની પ્રતિભાશાળી વ્યક્તિઓને અવસર પુરો પાડવા કલા મહાકુંભ અંતર્ગત 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજપીપળા અને આહવા ખાતે જિલ્લા કક્ષાની તથા વઘઇ, તરસાડી કોસંબા, ડેડીયાપાડા, ભિલોડા અને ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાની અદ્યતન ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાયબ્રેરીના નિર્માણ માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સુરત ખાતે રમતગમતની આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ઓફ એક્સેલન્સના નિર્માણ માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વ્યારા ખાતે 200 ખેલાડીઓ માટે હોસ્ટેલના બાંધકામ અને ફોર લેન સ્ન્થિેટીક એથ્લેટીક ટ્રેક સાથેનું ફૂટબોલ ગ્રાઉ્ન્ડ માટે 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દ્વારકામાં 19 કરોડના ખર્ચે એરપોર્ટ બનશે અને સી-પ્લેનની સુવિધા પણ ઉભી કરાશે.
ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની 1094 નવી જગ્યાઓ ઉભી કરાશે
બજેટમાં ગૃહ વિભાગ માટે 8325 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ વિભાગ માટે 2256 નવા વાહનો ખરીદવા 183 કરોડ ફાળવાયા છે. જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે 158 કરોડ ફાળવાશે. ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન બનશે તેમ નાણામંત્રીએ જાહેરાત કરી છે.