ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના INTERMEDITE (જુના તથા નવા) કોર્સ નું ડીસેમ્બર 2021 ની પરીક્ષાનું પરિણામ જાહેર
અબતક,રાજકોટ
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આઈપીસીસીનું ડીસેમ્બર 2021 ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું . જેમાં આઈપીસીસી માં ગ્રુપ 1 નું જના કોર્સ નું સરેરાસ પરિણામ 5.39 જાહેર થયું જેમાં 7427 માંથી 400 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા , ગ્રુપ ર નુ જુના કોર્સ નું 16.79 % પરિણામ જેમાં 20289 માંથી 3407 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને બંને ગ્રુપ માં જુના કોર્સ માં પાસ વિદ્યાર્થીઓ નું 0.91 % પરિણામ જાહેર થયું . જેમાં 3295 માંથી 30 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા . જેમાં 398 ગુણ , 56.86 % સાથે સમગ્ર ભારતમાં પ્રથમ નંબર પર આવનાર ચાલા ચશવંત શ્રીકાકુલમથી છે.
તેમજ આ રીતે IPCC માં ગ્રુપ 1 નું નવા કોર્સ નુ સરેરાસ પરિણામ 21.78% જાહેર થયું જેમાં 79822 માંથી 17387 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા , ગ્રુપ 2 નું નવા કોર્સ નું 11.81 % પરિણામ જેમાં 62029 માંથી 73.27 વિદ્યાથીઓ ઉત્તીર્ણ થયા અને બંને ગ્રુપ માં નવા કોર્સ માં પાસ વિદ્યાર્થીઓ નું 11.56 % પરિણામ જાહેર થયું જેમાં 31136 માંથી 3598 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા.
રાજકોટમાં બન્ને ગ્રુપ માં નવા કોર્સ પાસ વિદ્યાર્થીઓ જેમાં મહિમા બોડ 565 ગુણ 70.63% સાથે સમગ્ર રાજકોટ સેન્ટર માં પ્રથમ ક્રમાંકે છે , યશ લાલા 547 ગુણ 68.38 % સાથે બીજા ક્રમાંક પર તથા પર્થીલ મેહતા 516 ગુણ 64. 5% સાથે ત્રીજા ક્રમાંકે છે . રાજકોટ બ્રાન્ચના ચેરેમેન સીએ હાર્દિક વ્યાસ એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.