મેષ રાશિફળ (Aries):
તમે તમારા પરિવાર તથા વ્યક્તિગત કાર્યોને પહેલી પ્રાથમિકતા આપો. સુખદ અને આનંદદાયક યાત્રાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. પોતાના નજીકના લોકો સાથે મળવાનો અવસર મળી શકે છે.
વૃષભ રાશિફળ (Taurus):
ફાયનાન્સને લગતા કાર્યો વ્યવસ્થિત રીતે પૂર્ણ થઇ જશે. મહેમાનોના સત્કારમાં પણ યોગ્ય સમય પસાર થશે. વ્યાપારિક નવી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર બધાને સુખ રાખશે. સ્વાસ્થ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો. તમારું સાદગીપૂર્ણ જીવન ઘર તથા બહાર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખશે.
મિથુન રાશિફળ (Gemini):
આજે તમે રોજિંદા કાર્યોથી અલગ પોતાના રસના કાર્યોમાં સમય પસાર કરશો. સંબંધોને વધારે મધુર બનાવવાની કોશિશ તમે કરશો. આજે વ્યવસાયમાં તમને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે. વ્યસ્તતાના કારણે ઘર-પરિવારમાં વધારે સમય આપી શકશો નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી ક્ષમતાને પોઝિટિવ તથા મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓમાં લગાવો. તમને સફળતા મળશે.
કર્ક રાશિફળ (Cancer):
તમારી છેલ્લી ભૂલને સુધારીને તમે સુંદર ભવિષ્ય તરફ આગળ વધશો. તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત રહેશે. કોઇ વ્યવસાયિક યાત્રાને લગતો પ્રોગ્રામ બનશે જે લાભદાયી રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે. આજે કોઇ અનુભવી તથા પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જે ઉન્નતિનો નવો માર્ગ પણ ખોલશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાય પ્રગતિ કરશે.
સિંહ રાશિફળ (Leo):
ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખશો. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાના કારણે તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરો. આજે કોઇ મુશ્કેલ કામમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને ક્રમબદ્ધ કરતા રહો. વ્યવસાયિક ગતિવિધિઓમાં બધા કાર્યો ચોક્કસ સમયે પૂર્ણ થઇ જશે.
કન્યા રાશિફળ (Virgo):
આજે તમારું પૂર્ણ ફોકસ તમારા ઘર-પરિવાર ઉપર રહેશે. કોઇ અટવાયેલું કામ પૂર્ણ થશે. નાણાકીય સંબંધો મામલે લીધેલું જોખમ ફાયદાકારક સાબિત થશે. વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં તમારે આકરી મહેનત કરવાની જરૂરિયાત છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. વ્યવસાયમાં થોડા વિઘ્ન આવશે, પરંતુ તમે બુદ્ધિબળ તથા ચતુરાઈથી સમસ્યાનો ઉકેલ શોધી લેશો.
તુલા રાશિફળ (Libra):
પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. ઘૂટણ અને સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે. ધ્યાન રાખો કે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ ખરાબ ન થાય. તેના માટે તમારે જ યોગ્ય કોશિશ કરવી પડશે. કોઇપણ રૂપિયાનું રોકાણ કરવાથી કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લેવી. ઘરમા સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યને લગતી કોઇપણ પરેશાનીને બેદરકારીમા ન લેશો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
કોઈપણ કાર્યને નવેસરથી શરૂ કરતી વખતે જૂના વિચારોને સંપૂર્ણપણે ત્યજીને નવી ઉર્જા સાથે કામ કરવું જરૂરી રહેશે. તમારો ઉત્સાહ જાળવી રાખવા માટે લોકો સાથે જોડાયેલા રહેવું જરૂરી રહેશે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે તમારા આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. આ સમયે તમારા સંપર્ક સૂત્ર વધારે મજબૂત થઈ શકે છે. તે તમારા માટે લાભદાયી સાબિત થશે.
ધન રાશિફળ (Sagittarius):
જીવનસાથી તથા પરિવારના લોકો સાથે આનંદ અને ઉલ્લાસપૂર્ણ સમય પસાર થશે. વાતાવરણમાં ફેરફારની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. અધ્યાત્મ અને ધર્મ-કર્મના મામલે રસ વધશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારી પ્રતિભા અને ક્ષમતાને અન્ય સામે જાહેર કરવાનો પણ અવસર મળી શકે છે. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓના કારણે સુકૂન જળવાયેલું રહેશે
મકર રાશિફળ (Capricorn):
વ્યવસાયમાં દૈનિક કાર્ય સરળતાથી પૂર્ણ કરશો. ઘર-પરિવારની જરૂરિયાતનું પણ તમે ધ્યાન રાખશો તથા સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ભવિષ્ય સાથે નક્કી કરેલી વસ્તુઓ પર કામ કરવાનું શરૂ કરશો, જેના માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી રહેશે. દરેક વસ્તુને શિસ્ત સાથે કરવાની જરૂર છે અને ગમે તેટલી મુશ્કેલીઓ આવે તમારે તમારા પ્રયત્નોમાં સાતત્ય જાળવી રાખવું પડશે.
કુંભ રાશિફળ (Aquarius):
રૂપિયા-પૈસાના મામલે સારું બજેટ જાળવી રાખશો. આ સમયે વ્યવસાયને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. પતિ-પત્ની વચ્ચે તાલમેલ સારું રહેશે અને ઘરનું વાતાવણ સુખ-શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાનીઓ રહેશે. કોઈપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો કે તેમની વાતોમાં ન આવશો. કેમ કે તમારું જ નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પરિવારની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.
મીન રાશિફળ (Pisces):
સમય અનુકૂળ છે. થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આ સમયે કોઇ પ્રકારની યાત્રા ટાળો તો સારું. વ્યવસાયિક કાર્ય યોજના સફળ થશે. પરિવાર સાથે સુખમય અને મનોરંજનથી પૂર્ણ સમય પસાર થશે. સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે. આજે નાણાંકીય કાર્યો ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. નજીકના મિત્રો તથા સંબધીઓનો પણ યોગ્ય સહયોગ બની રહ્યો છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બની શકે છે.