‘ભૂમિ’, ‘હસીના પારકર’, ‘ન્યૂટન’ અને ‘ધ ફાઇનલ એક્ઝિટ’ આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. ભૂમિ સંજય દત્તની કમબેક ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. તેના નિર્માતા ભૂષન કુમાર છે. આ ફિલ્મ પિતા-પુત્રીના ભાવુક સંબંધો પર આધારિત છે. ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી, શેખર સુમન અને શરદ કેલકરની પણ મહત્વની ભૂમિકાઓમાં છે.
હસીના પારકર મુંબઇ બોમ્બકાંડના આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર પર બનાવાઇ છે. જેનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર દાઉદની બહેન હસીનાનું પાત્ર ભજવી રહી છે જ્યારે સિધ્ધાંત કપૂર દાઉદ ઇબ્રાહિમનું પાત્ર ભજવી રહ્યો છે.
અમિત મસૂરકર નિર્દેશિત ફિલ્મ ‘ન્યૂટન’ નૂતન કુમારથી ન્યૂટન બનેલ તે ચુંટણીની કહાની છે જે નક્સલ પ્રભાવિત એક ગામમાં 76 લોકોનું વોટિંગ પૂરૂ કરાવા માટે જાય છે. દેશની ચૂંટણી પ્રણાલી પર વાત કરે છે. રાજકુમાર રાવ સિવાય પંકજ ત્રિપાઠી, અંજલિ પાટિલ અને રઘુબીર યાદવ છે.
અભિનેતા કૃણાલ રોય કપૂરની ફિલ્મ ‘The Final Exit’ પણ આજે રિલીઝ થવા જઇ રહી છે. આ એક હોરર ફિલ્મ છે જેમાં કૃણાલ રોય કપૂર રહસ્યોનો ઉકેલ લાવવાની સંઘર્ષ કરતા દેખાઇ આવે છે.