રાજ્યમાં વિકાસની હરણફાળ ભરવા માટે સરકારલાખો કરોડો રૂપિયાનું બજેટની ફાળવણી કરે છે.શહેર અને ગામડાના લોકોને સુવિધાઓ અને આધુનિક સુવિધા મળી રહે તે માટે આયોજનો થાય છે.દર વર્ષે જનતાને બજેટના ભાગરૂપે વિવિધ યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેની કામગીરીના આયોજન હેતુસર ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આવતીકાલે બુધવારે 2 માર્ચથી બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનું 3 માર્ચે પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈઆ બજેટ 2 લાખ કરોડથી વધારે હોવાનું માનવામાંઆવી રહ્યું છે.
ત્યારે આ બજેટ 3 માર્ચે રજૂ થનાર છે . જેમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભામાં અંદાજ પત્ર પર ચાર દિવસ ચર્ચા ચાલશે. તો પૂરક માગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. જ્યારે સરકારી વિધેયકો પર 4 દિવસ ચર્ચા ચાલશે. વિધાનસભા સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે.ત્યારે આ બજેટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, તે સાથે જ વિપક્ષના નેતા સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે.
બજેટ સત્રને લઈને સરકાર અને વિપક્ષ બંનેએ તૈયારીઓ કરી લીધી છેઆ બજેટ સત્ર હંગમાં વાળું રહે તેવા પૂરરેપુરી સકયતાઓ છે બેરોજગારી, ખેડૂતો, અને શિક્ષણ, અને ભરતી કૌભાંડ, મોંધવારી મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્લાન ઘડી ચૂક્યું છે. સામે પક્ષે સરકારે પણ તમામ પ્રશ્નોના વળતાં જવાબ માટે રણનીતિ ઘડી લીધી છે.
14મી વિધાનસભાનું 10મુ સત્ર કુલ 26 બેઠકમાં મળશે.ગુજરાત વિધાનસભાનું સત્ર 2 માર્ચથી શરૂ થશે અને 31 મી માર્ચ સુધી ચાલશે.આ સત્રમાં બજેટ દરમિયાન 9 રજામાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવશે નહી.તો આ વિધાનસભા સત્રમાં કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને વિશેષ વ્યવસ્થાઑ રાખવામા આવશે.સોશિયલ ડિસ્ટન્સ સાથે સભ્યો માટેની બેઠકોની વ્યવસ્થા કરાશે.આ સત્રમાં ગૃહમાં પ્રવેશ માટે કોરોનાના ટેસ્ટ ફરજિયાત રાખવામા આવશે નહીં પરંતુ રસીના 2 ડોઝના સર્ટિફિકેટ ચકાસીને જ ગૃહમાં પ્રવેશ આપવામાં આવી શકે છે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યની અધ્યક્ષ સ્થાને આ બેઠક રાખવામાં આવેલી છે. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તેમજ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન સત્રના કામકાજના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.