અબતક, જામનગર
જામનગર નજીક કનસુમરા ગામના પાટિયા પાસેથી બ્રાસનો જથ્થો ભરીને જઈ રહેલી એક કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને કાર ભડકે બળવા લાગી હતી. જેને લઇને અન્ય વાહન ચાલકોમાં નાસભાગ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ દોડી જઇ આગને કાબૂમાં લઈ લેતાં હાશકારો થયો હતો. જામનગર મા કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી જામનગરના ભુપેન્દ્રભાઈ ત્રિવેદી ની માલીકીની જી.જે. 10 એફ – 5233 નંબરની એક કારમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી ગઈ હતી. જેથી કારનો ચાલક અંદરથી ઉતરી ગયો હતો, અને કાર ભડકે બળવાથી અન્ય લોકોમાં ભારે નાસભાગ થઇ હતી.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબૂમાં લઈ લીધી હતી. દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી કારમાં બ્રાસપાર્ટનો સામાન ભરીને લઇ જવામાં આવતો હતો, જે દરમિયાન આ અગ્નિ અકસ્માત નડ્યો હતો. જેથી કારની અંદર રહેલો બ્રાસ નો જથ્થો પણ સળગી ઉઠયો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.