અબતક, નેહુલ લાલ ભાટીયા
દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ કલ્યાણપુર તાલુકા ના ગોરાણા ગામનો વતની ભરત મુરું ગોરાણિયા (ઉ.વ 22) અભ્યાસ વિઝા પર યુક્રેન ના ખારકી શહેર માં ખઇઇજ ના અભ્યાસ અર્થે ગયેલ પરંતુ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા ત્યાં મેટ્રો ટ્રેન ના બેઝમેન્ટ માં આશરો લીધેલ છે.બેઝમેન્ટ માં થી વીડિયો બનાવની મનાઈ હોવા છતાં પોતાની આપવીતી જણાવતો વિડિઓ બનાવી સરકાર પાસે મદદ ની ગુહાર લગાવી હતી.
પરિવાર જનો પણ આ યુવાન યુદ્ધ ક્ષેત્ર માં ફસાતા ચિંતાતુર બન્યા છે.વહેલી તકે આ યુવાન ને સરકાર ની મદદ મળે અને માદરે વતનહેમખેમ પહોંચે તેવી આશા વ્યક્ત કરી છે.