પ્રમુખ અને જોઇન્ટ સેક્રેટરીના હોદ્દા માટે યોજાયેલી ચૂંટણીમાં 86 ટકા મતદાન થયું: ઉપપ્રમુખ, ટ્રેઝરર, સેકેટરી અને કારોબારી સભ્ય બિનહરીફ
અબતક, રાજકોટ
રાજકોટની અદાલતના મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ બાર એસોસિએશન (એમ. એ. સી. ટી. બાર એસો.)ની 2022ની આજે યોજાયેલી ચૂંટણીમાં મતદાન માટે કતારો લાગતા 86 ટકા ધિંગુ મતદાન થયું હતું. મતદાન પુર્ણ થયા બાદ હાથ ધરાયેલ મત ગણતરીમાં ગોપાલભાઇ ત્રિવેદીને 84 મત મળ્યા જયારે તેમના પ્રતિસ્પર્ધિ અજયભાઇને 83 મત મળતા અજયભાઇ દ્વારા ફેર મત ગણતરીની માંગ કરવામાં આવતા રી કાઉન્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં અજયભાઈ જોષી 3 મતે અને જોઇન્ટ સેક્રેટરીમાં દોરી રાજેન્દ્રભાઇ વિજેતા બન્યા છે.
અગાઉ એમએસીટી બારની વર્ષ 2022ની નિર્ધારીત થયેલી ચૂંટણી કોરોનાની ત્રીજી લહેરને કારણે ગુજરાત હાઇકોર્ટના આદેશથી કોર્ટ બંધ રહેવાથી મુલત્વી રહી હતી. જેમાં હવે, કેસો ઘટી જતાં અને સરકારે મોટા ભાગના નિયંત્રણો પણ હળવા કરતા અદાલતો પૂર્વવત ચાલુ થઈ હોવાને કારણે આજે સવારે 11 વાગ્યાથી 2 દરમ્યાન મતદાન નો કાર્યક્રમ જાહેર થયો હતો. જે મુજબ એમ. એ. સી. ટી. બારના રૂમમાં મતદાન માટે કતારો લાગતા કુલ 188 પૈકી પ્રથમ કલાકમાં 115 મત પડી ગયા હતા. બપોરે બે વાગે મતદાનનો સમય પૂરો થવા સુધીમાં 166 મત પડી જતાં 86 ટકા મતદાન થયું હતું. બાદમાં મત ગણતરી શરૂ થઇ હતી. તેમાં ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવતા એડવોકેટ મનીષ એચ. ખખ્ખર તથા જીતેન્દ્રભાઈ રાવલે જણાવ્યું
દર વર્ષે સામાન્ય રીતે એમ.એ.સી..ટી. બારમાં ઈલેક્શન નહીં પણ સિલેક્શનથી નવી બોડીની નિમણુંક થતી હોય છે, પરંતુ આ વખતે 3 પોસ્ટ ઉપર ચૂંટણી થવાની હતી, પણ છેલ્લી ઘડીએ સેક્રેટરીની પોસ્ટ ઉપર લડતા પોપટ કૌશિકભાઈએ વિશાલ ગોસાઈને સેક્રેટરીપદે બિનહરીફ જાહેર કરવા માટે બંને ઉમેદવારે સાથે જોઈન્ટમાં પોતાની સહી કરી ચૂંટણી અધિકારીને અરજી આપી હતી, જેથી હવે બે પોસ્ટ પ્રમુખ તથા જોઈન્ટ સેક્રેટરી માટે જ ચૂંટણી યોજાશે.અગાઉ બિનહરીફ થયેલા હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે એ.યુ.બાદી, ટ્રેઝરર ભાવેશ મકવાણા, કારોબારી સભ્યો તરીકે મૌલિક જોશી, પ્રતીક વ્યાસ, કરણ કારીયા, અજય સેદાણી, સંજય નાયક, હેમંત પરમાર, જ્યોતિબેન પંડ્યાનો સમાવેશ થાય છે.
જ્યારે પ્રમુખની ચુંટણીમાં જોશી અજય કાન્તિલાલ તથા ત્રિવેદી ગોપાલ બિપીનચંદ્ર વચ્ચે તેમજ જોઈન્ટ સેક્રેટરી માટે ડોરી રાજેન્દ્ર પી. તથા નારીગરા જગદીશ બટુકભાઈ વચ્ચે સ્પર્ધા હતી. મતદાન પુર્ણ થયા બાદ હાથ ધરાયેલ મત ગણતરીમાં ગોપાલભાઇ ત્રિવેદીને 84 મત મળ્યા જયારે તેમના પ્રતિસ્પર્ધિ અજયભાઇને 83 મત મળતા અજયભાઇ દ્વારા ફેર મત ગણતરીની માંગ કરવામાં આવતા કાઉન્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં ફેરમતગણતરીમાં ગોપાલભાઈ ત્રિવેદીના 6 મત અને અજયભાઈ જોષીના બે મત રદ થતાં અજયભાઈ જોષી 3 મતે વિજેતા બન્યા છે. તેમજ જોઇન્ટ સેક્રેટરીમાં દોરી રાજેન્દ્રભાઇ વિજેતા બન્યા છે.