બળાત્કારી રામ રહીમ અને તેની દત્તક પુત્રી હનીપ્રીતના ૫૦૪ ખાતામાંથી ૭૫ કરોડની સંપત્તિ મળી છે તો સિરસામાં ૧૪૩૫ કરોડની સ્થાવર મિલ્કત પણ હોવાનું બહાર આવ્યું છે.જાણવા મળે છે કે, રામ રહીમના ૧૨ ખાતાઓમાંથી ૭ કરોડ ૭૨ લાખ મળ્યા છે સાથે જ હનીપ્રીતના ૬ બેંક ખાતામાંથી ૧ કરોડ રૂ.પિયા મળ્યા છે. તપાસમાં રામ રહીમની પ્રોડકશન કંપનીના અનેક બેંક ખાતા પણ મળી આવ્યા છે.
હરિયાણા સરકારે સમગ્ર રાજ્યમાં ડેરાની સંપત્તિની યાદી મેળવી છે. તેમાં માલુમ પડયું છે કે ડેરા પાસે ફકત સિરસામાં ૧૪૩૫ કરોડની સ્થાવર સંપત્તિ છે. વધુ પડતી ફિકસ ડિપોજીટ અને અન્ય ખાતા તેના કુટુંબના નામના વ્યકિતના નામ પર છે. રાજ્ય સરકારે આ દરેક ખાતાને જપ્ત કર્યા છે.
સિરસા જિલ્લામાં રામરહીમના નામ ૧૨ બેંકે ખાતા અને એચડીએફસી બેંકમાં ૧૧ ફિકસ ડિપોજીટ ખાતા છે તેમાંથી એક ૧.૫૦ કરોડનો છે. જ્યારે અન્ય ખાતામાં પૈસા ૩૫ વર્ષથી ૯૫ લાખ વચ્ચે છે. બીજી બાજુ ફરાર રહેલી હનીપ્રીતની ઓરી એન્ટલ બેંક ઓફ કોમર્સમાં ૬ બેંક ખાતા છે. જેમાંથી ૬ ચાલુ ખાતા છે તેમાં ૫૦ લાખ, ૪૦ લાખ, ૩.૧૬ લાખ અને ૧૦ લાખ રૂ.પિયા છે.આ તમામ ખાતે પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે.