વેપારીઓએ બંધ રાખી ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ યુવક જયપાલસિંહ ની અંતિમ ક્રિયા કરી
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
દેશની રક્ષા કાજે અને દેશની જનતાની રક્ષા કાજે સીમા ઉપર ઊભા રહેનાર વઢવાણના આર્મીમેન જયપાલસિંહ ફરજ દરમિયાન શહીદ થયા છે જેને લઇને વઢવાણ શોકમગ્ન બન્યું છે ત્યારે એક તરફ વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવા સંજોગોમાં સીમા કાજે રક્ષા માટે દેશના જવાનો સતત ખડા પગે ઊભા રહે છે અને લોકો નુ રક્ષણ કરે છે તેવા સંજોગોમાં વઢવાણનો યુવક 2013માં આર્મીમાં ભરતી થયા હતા તે જયપાલસિંહ ફરજ દરમિયાન શહીદ થયા છે જેને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યો છે.
ત્યારે તેમનો પાર્થિવ દેહ તિરંગા મા લપેટી અને સુરેન્દ્રનગર અને વઢવાણ માદરે વતન ખાતે લાવવામાં આવ્યો છે તેવા સંજોગોમાં કલ્પાંત સર્જાયો છે વધુ એક વઢવાણનો યુવક દેશની રક્ષા કાજે શહીદ થયો છે ત્યારે આ મામલે પરિવારમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે મૃત દેહને વ્યવસ્થિત રીતે પેક કરી અને આર્મીની ટુકડીઓ અને ની ઉપસ્થિતિમાં વઢવાણ લાવવામાં આવતા સહીદ યુવકનો પાર્થિવદેહ જોવા લોકો પણ ઉમટી પડયા છે અને લોકોની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે.