આપણે જાણીએ છીએ કે વર્લ્ડની સૌથી ફેમસ કંપની ઓડી કે જે કાર અને બાઇક બનાવે છે. પરંતુ હવે તે આવનાર સમયમાં એક રેસિંગ સાઇકલર લોન્ચ કરવા જઇ રહી છે. જાણવા મળ્યુ છે કે આ ઓડી સાયકલની કિંમત ૫૦,૦૦૦ રુપિયાની આસપાસ હશે. ઓડી કંપનીએ આ સાયકલની ખૂબ જ આધુનિક ડિઝાઇન તૈયાર કરી છે.
આ સાયકલ માત્ર દેખાવમાં જ નહી પરંતુ મોડલિંગ માટે પણ અનેક પ્રકારની વસ્તુઓથી સજ્જ છે. સાયકલમાં ઘણા બધા એવા ફિચર્સ છે કે જે તમને કદાચ નોર્મલ સાયકલમાં ક્યારેય જોવા નહી મળ્યા હોય.
આ સાયકલમાં ચૌદ ગીયર સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં આઠ ગીયર પાછળ અને છ ગિયર આગળ આપવામાં આવ્યા છે. આ સાયકલમાં પાવરફુલ ડિસ્ક છે. જે ડબલ પાવર વાળા છે.
આ ઓડી સાયકલની સ્પીડની જો વાત કરીએ તો ૮૦ કિ.મી. પ્રતિકલાકની છે. હજુ તો ઓડી કં૫નીએ ફક્ત મોડલ જ લોન્ચ કર્યુ છે. પરંતુ ટૂંક સમયમાં ભારતમાં સાયકલ પણ લોન્ચ કરશે. તેવો દાવો કર્યો છે.