બાહુબલી ફેમ પ્રભાસ સારો કલાકાર તો હતો જ પરંતુ બાહુબલી ફિલ્મ આવ્યા બાદ તો જાણે તેની કિસ્મત ખુલી ગઇ હોય. પરંતુ પ્રભાસની ૬ વર્ષ જુની ફિલ્મ ‘મિ પર્ફેક્ટ’ હાલ કાનૂની વિવાદમાં ફસાઇ ગઇ છે. એક નોવેલ લેખિકાએ ફિલ્મ મેકર તેમજ નિર્માતાઓ સામે સ્ટોરી ચોરી કરવાનો આરોપ મુક્યો છે. પ્રભાસની આ ફિલ્મ વર્ષ ૨૦૧૧માં રિલીઝ થઇ હતી. જેમાં પ્રભાસ સાથે અભિનેત્રી કાજલ અગ્રવાલ અને તાપસી પન્નુ હતી. આ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે સેલ્ફ સેન્ટર્ડ છે.
અને તેની સાથે કેટલીક ઘટનાઓ બનતાં એ સંપૂર્ણ મેન બની જાય છે. ફિલ્મમાં દિલ રાજુ પર લેખિકા શ્યામલા રાનીએ આરોપ મુક્યુ છે તેની નોવેલના માનસુ નિન્નુ કોરે પરથી બની છે. તો તેની પરવાનગી વગર ફિલ્મનું રુપાંતર કરવામાં આવ્યું.