રાજકોટના મીડિયાકર્મીઓને લાભ લેવા અનુરોધ-અપીલ કરતા ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ
અબતક,રાજકોટ
જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી તા. 26 ફેબ્રુઆરીએ સવારે 9.00 થી બપોરના 2.00 વાગ્યા સુધી રાજકોટના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકારો તથા કેમેરામેન / ફોટોગ્રાફરો માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજાશે.રાજય સરકાર ના મંત્રી અરવિંદભાઈ રૈયાણી,મેયર પ્રદીપભાઈ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિ. કમિશ્નર અમીત અરોરા , શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી,પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ ના સહયોગ તથા શુભેચ્છાઓ સાથે આ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જામટાવર પાસે આવેલી નવી કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે યોજાનાર આ કેમ્પમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
રેશનકાર્ડ અને તેની ઝેરોકસ, આધાર કાર્ડ અને તેની ઝેરોકસ ,ચૂંટણી કાર્ડ અને તેની ઝેરોકસ,ઇન્કમટેકસ રીટર્ન અને તેની ઝેરોકસ અથવા આવક અંગેનો કોર્પોરેટરનો દાખલો બે પાસપોર્ટ સાઇઝના ફોટા , પત્રકારનું ઓળખ કાર્ડ સરકારની આ મહત્વની યોજનાનો લાભ મીડિયા જગત સાથે જોડાયેલા તમામ મિત્રોને મળી રહે તે શુભાશયથી કેમ્પ રાખવાનો વિચાર ફોટોગ્રાફર એસોસિએશન ના પ્રમુખ શ્રી અશોકભાઈ બગથરીઆ ની ભાજપ પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવ અને શ્રી હરેશભાઇ જોશી સમક્ષ સમક્ષ મુક્યો હતો તેમની રજુઆત સાંભળી ભા.જ.પ.ના પ્રવક્તાશ્રી રાજુભાઇ ધ્રુવે જિલ્લા કલેક્ટરશ્રી તથા મ્યુનિસિપલ કમિસ્નશ્રી સમક્ષ રજુઆત કરીહતો. અને તે મુજબ વહીવટીતંત્ર અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સાથે સંકલન કરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મિડીયા જગત સાથે સંકળાયેલાં કેમેરામેન અને પત્રકારો ઉકત આયુષ્માન કાર્ડના કેમ્પનો અચુકપણે લાભ લેવા જણાવ્યું છે.