ભારતની આઝાદીના ૭૦ વર્ષ પુરા થવાના અવસરે જીનેવા સ્થિત ભારતના સ્થાયી મિશને વિશ્ર્વ સમુદાય સમક્ષ ભારતના સમૃદ્વ સાંસ્કૃતિક વારસા અને ધરોહરને ઉજાગર કરવા ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જે ૨૩ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. ‘નમસ્તે જીનેવા ’ કાર્યક્રમ કેનેડાની અમિકા કુશવાહા કથ્થક નૃત્ય રજુ કરશે.આ કાર્યક્રમમાં યોગ, પર્યટન, ઇ વિઝા સહિતના અનેક વિષયો પર લઘુ ફિલ્મ દેખાડવામાં આવશે. આ ‘નમસ્તે જીનેવા’ કાર્યક્રમ  ‘હિમાલયથી આલ્યસ ’ શીર્ષક હેઠળ પ્રસ્તૃત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.