જાણીતા બિલ્ડર દર્શનમ્ અને વિહાવ ગ્રૂપ ઉપર આવકવેરા વિભાગની તવાઈ : અન્ય 35 સ્થળો પર સર્વેની કામગીરી હાથ ધરાઈ
અબતક, રાજકોટ
છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ કરચોરોને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એટલુંજ નહીં સ્વીટ રીતે પગલા પણ ભરવામાં આવી રહ્યા છે. ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં જે કરદાતાઓ પોતાની ઘરની આવક છુપાવી રહ્યા છે તેના ઉપર સર્ચ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે ફરી એક વખત આવકવેરા વિભાગે વડોદરાના બે પ્રચલિત બિલ્ડર ગ્રુપ પર સર્વેની કામગીરી હાથ ધરી છે જેમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અનેકવિધ પ્રકારે બેનામી વ્યવહારો સામે આવી શકે છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ વડોદરાના બિલ્ડર ગ્રુપ જેવા દર્શનમ અને વિહાવ ગ્રુપ પર હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને બીજી વિગતો સામે આવે છે તેમાં સૌથી મોટી વાત કહે છે કે બંને ગૃહોની સાથોસાથ અન્ય 35 સ્થળો ઉપર પણ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જે રીતે આવકવેરા વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનાથી વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી પેઢીઓ માં ચિંતાના વાદળો છવાયા છે. સમયાંતરે આઇટી વિભાગ દ્વારા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ સૌથી મહત્વનું એ છે કે આવકવેરા વિભાગ દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવતો હોય તેમાં ત્રણ પ્રકારનાં સર્વે હોય છે પરંતુ આઇટી દ્વારા કયો સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આવકવેરા વિભાગ દ્વારા વડોદરાના બિલ્ડર ગ્રૂપના નિયત સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે અને તેઓની પૂછપરછ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો ને પણ ચકાસવામાં આવી રહ્યા છે. નહીં આવકવેરા વિભાગના અધિકારીઓને જો તેમના જવાબોથી સંતુષ્ટ ઈ જ નહીં મળે તો તેમની વિશેષ પ્રશ્નોત્તરી પણ યોજાશે એટલું જ નહીં આવકવેરા પર જે કર ભરવાનો થતો હોય અને જો તેમના દ્વારા તે ભરવામાં નહીં આવ્યો હોય તો તેના પર પેનલ્ટી પણ લાગશે .
વેરા વિભાગ હર હંમેશ કરદાતાઓની વહારે રહ્યું છે ત્યારે જે બિલ્ડર ગ્રુપ પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેઓને જો આવકવેરાની સર્વેની કામગીરી થી અસંતુષ્ટ રહ્યા હોય તો તેઓ અપીલમાં પણ જઈ શકશે. તો સામે આવકવેરા વિભાગ દ્વારા તમામ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને એ વાતની પણ શક્યતા સેવાઇ રહી છે કે અનેક બેનામી વ્યવહારો અંગે માહિતી પણ મળી રહેશે. વડોદરાના બિલ્ડર ગ્રુપ વધુ 35 સ્થળો ઉપર છે સર્વેની કામગીરી હાથ ધરાય છે તેને હજુ પણ આગળ ધપાવવામાં આવી શકે છે. વડોદરામાં શિં નું સર્વે થતાં સમગ્ર રાજ્યના બિલ્ડર ગ્રુપમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે વડોદરાના બિલ્ડર ગ્રુપ પર જે સર્વેની કામગીરી હાથ ધરાઇ છે તેને ધ્યાને લઇ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે આગામી સમયમાં ખૂબ મોટી બેનામી વ્યવહારો પણ બહાર આવી શકશે ? આ સર્વેની કામગીરીમાં રાજ્યના લેખ આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા છે. આ સર્વેની કામગીરી વહેલી સવારથી જ શરૂ કરવામાં આવેલી છે.