અબતક,પોરબંદર
પોરબંદરની એક ખાનગી શાળાની શિક્ષિકાનું ઇન્સ્ટાગ્રામમાં નકલી આઇડી બનાવી, શિક્ષિકાને બદનામ કયર્ા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી બનાવનો ભેદ ઉકેલી લીધો હતો અને શિક્ષિકાના સગીર વયના પૂર્વ વિદ્યાર્થીની અટકાયત કરી લીધી હતી. ત્યારે આ ઝડપાયેલા તરુણને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.
પોરબંદરની ખાનગી શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈ ચોક્કસ મોબાઈલ નમ્બર ધારકે આ શિક્ષિકાનું ફેઈક આઈ.ડી. બનાવી શિક્ષિકાના ફોટા અપલોડ કરી નીચે બીભીત્સ લખાણ લખી આ શિક્ષિકાને બદનામ કર્યા બાબતની ફરિયાદ પોલીસ મથકે કરી કરી હતી. ત્યારે એક સજ્જન શિક્ષિાકાને બદનામ કરનાર શખ્સને ઝડપી લેવા સાયબર ક્રાઇમ ઓફિસના તપાસ અધિકારી પી આઈ કે.આઈ. જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જેમાં એવું જાણવા મળ્યું હતું કે આ શિક્ષિકાના પૂર્વ વિદ્યાર્થીકે જેની ઉંમર 16 વર્ષની છે તેણે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા આ પગલું ભયુઁ છે.
ત્યારે પોલીસે હાલ તો આ તરૂણની અટકાયત કરી છે અને આ તરૂણ છાત્રને બાળ અદાલતમાં રજૂ કરવામાં આવશે. હાલમાં સોશ્યલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા યુવાનો કોઈ પણ હદ સુધી જઇ શકે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. ત્યારે માવતર માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે.પોતાના સંતાનોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખાસ નજર રાખવી જોઈએ તેવું પણ નિષ્ણાંતોનું માનવું છે..