જોહન અબ્રાહમની મુખ્ય ભૂમિકા: ૨૦૦૧માં વાજપેયી સરકારે કર્યું હતુ પરિક્ષણ
હવે પોખરણ પરમાણુ ધડાકા પર ફિલ્મ બની છે જેમાં જોહન અબ્રાહ્મની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ થઈ ગયું છે.
૨૦૦૧માં પોખરણ પરમાણુ પરીક્ષણ તત્કાલીન વાજપેયી સરકારે કર્યું હતુ તેની સામે એક ફિલ્મ બની છે. આ ફિલ્મમાં જોહન અબ્રાહમ ઉપરાંત ડાયેના પેન્ટીની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મમાં જોહન અબ્રાહમે બેવડી ભૂમિકા નિભાવી છે. તે પોખરણ નામની આ ફિલ્મનો નિર્માતાપણ છે.
છેલ્લા કેટલાક સમયથી જોહન અબ્રાહમ સ્વતંત્ર નિર્માતા બની ગયો છે તેને ફિલ્મ બનાવવી ગમે છે તેણે બનાવેલી ‘વિકી ડોનર’ (આયુષ્યમાન ખૂરાના)ને ખૂબ જ સફળતા મળી હતી. સફળ ફિલ્મો પાછળનું સમીકરણ જાણવા જેવું છે. સ્વતંત્ર નિર્માતા બનવાથી ફિલ્મ ન ચાલે તોય ખોટ જતી નથી કેમકે સ્ટાર પાવરને કારણે ફિલ્મ વેંચાય તો જાય છે. શાહ‚ખ ખાન અને સલમાન ખાન ફિલ્મો ખૂબજ ઓછા બજેટમાં બનાવે છે.
ઓછા બજેટની ફિલ્મો બનાવવામાં આમીર ખાનનો જોટો જડે તેમ નથી. કેમકે આ સિવાય તેની સાથે સ્વતંત્ર નિર્માતા તરીકે કોઈ ફિલ્મ બનાવવા તૈયાર નથી રામ ગોપાલ વર્મા (રંગીલા)થી માંડીને જોહન મેથ્યુ મથાન (સરફરોશી) સુધીનાં મીસ્ટર પરફેકશનીસ્ટની ચીકાશ કે ચીકણાવેડાથી વાજ આવી ગયા છે. રામગોપાલે તો આમીર સાથે કદી કસમ ખાધી કે કામ જ નહી કરે મહેશ ભટ્ટે પણ ફિલ્મ ગુલામ (રાની મુખરજી)નું ડાયરેકશન આમીર ખાનની કચ કચને કારણે અધવચ્ચે છોડી દીધું બાદમાં ભત્રીજા વિક્રમ ભટ્ટે તે ફિલ્મ પૂરી કરી.
આમીર ખાન અત્યારે ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત છે. તેને ફિલ્મો કરવી છે પણ વર્ષે બે વર્ષે એક અને તે પણ પોતાની શરતો મુજબ બાય ધ વે તેના પ્રોડકશન હેઠળની એક ફિલ્મ આવી રહી છે. જેનું નામ સિક્રેટ સુપરસ્ટાર છે. તે ક્રિસમસ ઉપર રીલીઝ થશે તેમાં દંગલ ગર્લ નાની બબીતાની ભૂમિકા છે.